Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:ચાણસ્મામાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકને ઈજા

    3 days ago

    ચાણસ્મા-મહેસાણા હાઇવે પર આવેલા ઝિલીયા ગામ નજીક મોડી રાત્રે એક ટ્રક અને આઈશર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હરિયાણા પાસિંગના આઈશર ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ હાઈવે પર ફોરલેનની કામગીરી તેમજ ગાબડાં પૂરવાનું કામ ચાલતું હોવાથી એકતરફી રસ્તો (સિંગલ પટ્ટી) કરવામાં આવ્યો છે. ઝિલીયા પાસે ડાયવર્ઝન પૂર્ણ થતા જ વાહનો મુખ્ય માર્ગ પર ટર્ન લેતા હોવાથી અકસ્માતનો ભય રહે છે. ગત રાત્રે પણ સામે-સામે આવી ગયેલા વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં આઈશરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી પોલીસ મથકે લાવી હતી. ઈજાગ્રસ્ત ચાલક હાલ બેભાન અવસ્થામાં હોવાથી પોલીસ તેના પરિવારનો સંપર્ક સાધ્યો છે. હરિયાણાથી પરિવારના સભ્યો આવ્યા બાદ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે કરુણ અકસ્માત:નારીયેરી પરથી પટકાતાં નગરપાલિકાના કર્મચારીનું મોત; ડાભોર ગામમાં શોકની લાગણી વ્યાપી
    Next Article
    Express Special: Data ‘leaked’ to China-based firms, Customs officer detained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment