Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉતાવળે આંબા ન પાકે:જલ્દી શ્રીમંત થવા માટે ગરીબ વ્યક્તિને શોર્ટકટ લેવો ભારે પડ્યો, જાણો ચમત્કારી ઘડાની પ્રેરકકથા

    12 hours ago

    એક લોકકથા મુજબ, જૂના સમયની વાત છે, એક વ્યક્તિ પોતાની ગરીબીથી ખૂબ દુઃખી હતો. તેને લાગ્યું કે જીવનમાં હવે કંઈ જ બચ્યું નથી, તેથી તેણે નદીમાં કૂદીને પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે ત્યાંથી એક સંત પસાર થઈ રહ્યા હતા. તેમણે તરત જ નદીમાં છલાંગ લગાવી અને તે વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લીધો. જ્યારે વ્યક્તિને ભાન આવ્યું, ત્યારે સંતે તેને પૂછ્યું, 'તેં આવું પગલું શા માટે ભર્યું?' વ્યક્તિએ રડતાં રડતાં પોતાની ગરીબી અને દુઃખોની કહાણી સંભળાવી. સંતને તેના પર દયા આવી ગઈ. તેમણે કહ્યું, 'મારી પાસે એક ચમત્કારિક ઘડો છે. તું આમાંથી જે માંગીશ, તે તને મળી જશે. હું આ ઘડો તને આપી શકું છું, પરંતુ મારી એક શરત છે.' સંતે કહ્યું કે તારી પાસે બે વિકલ્પો છેઃ સંતે એક ચેતવણી પણ આપી- 'જો આ ઘડો ક્યારેય તૂટી ગયો, તો તેનાથી મળેલી બધી સુખ-સુવિધાઓ તરત જ ગાયબ થઈ જશે.' તે વ્યક્તિને ખૂબ જ જલ્દી અમીર બનવું હતું, તેથી તેણે બે વર્ષનો વિકલ્પ પસંદ કર્યો. તેણે બે વર્ષ સુધી મન લગાવીને સેવા કરી અને સમય પૂરો થતાં મહાત્મા પાસેથી ઘડો લઈને પોતાના ઘરે આવી ગયો. ઘડાના ચમત્કારથી તેણે મોટો મહેલ, કિંમતી કપડાં અને ખૂબ બધું ધન પ્રાપ્ત કરી લીધું. અચાનક મળેલી અમીરીએ તેને અહંકારી અને બેદરકાર બનાવી દીધો. તેને ખરાબ ટેવો પડી ગઈ અને તે નશો કરવા લાગ્યો. એક દિવસ નશાની હાલતમાં તે ઘડાને માથા પર રાખીને નાચી રહ્યો હતો, ત્યારે અચાનક ઘડો હાથમાંથી છૂટીને પડી ગયો અને તૂટી ગયો. ઘડો તૂટતાં જ તેનો મહેલ, ધન અને બધું જ ગાયબ થઈ ગયું. તે ફરીથી પહેલાં જેવો ગરીબ થઈ ગયો. હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે, કાશ તેણે ધીરજ રાખી હોત અને પાંચ વર્ષ સેવા કરીને ઘડો બનાવવાની કળા શીખી લીધી હોત, તો આજે તેને દર-દર ભટકવું ન પડત. વાર્તાનો બોધ
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મેષ રાશિના લોકોને મહેનતનું પરિણામ મળશે, કર્ક રાશિના જાતકો માટે 'ગોલ્ડન વિક'
    Next Article
    ઓનલાઇન શોપિંગનું ખાલી ખોખું પણ તમને કંગાળ કરી શકે:ડસ્ટબિનમાં ફેંકતા પહેલા આ વાંચો, શું તમારો સ્માર્ટ ફોન જ કરી રહ્યો છે તમારી જાસૂસી?

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment