Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ દુનિયામાં નથી, તેવી માતાઓને ડૉક્ટરનો પત્ર:'મા, તમારા દીકરાનું હૃદય થાકી ગયું છે, હાલરડાં સંભળાવીને તેને શાંતિ આપી રહી છું'

    9 hours ago

    અમેરિકાના ટિબોર રુબિન વેટરન્સ એડમિનિસ્ટ્રેશન મેડિકલ સેન્ટરમાં હોસ્પિસ નિષ્ણાત ડૉ. જેસી હમ્ફ્રીઝ ઘણીવાર એવી માતાઓને પત્રો લખે છે, જે આ દુનિયામાં નથી, વાંચો તેમના ભાવો- 'હોસ્પિટલના તે શાંત કોરિડોરમાં, જ્યાં મશીનોની ટક-ટક અને ધીમા થતા શ્વાસનો પડઘો છે, હું મારા દર્દીના પલંગ પાસે બેઠી છું. તે 79 વર્ષનો ભૂતપૂર્વ સૈનિક છે. તેનું હૃદય ધીમે ધીમે થાકી રહ્યું છે... બરાબર તે જ હૃદય રોગથી, જે દાયકાઓ પહેલા તેની માતાને દુનિયામાંથી લઈ ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી હું આવા દર્દીઓની માતાઓને પત્રો લખતી રહી છું. મને શાંતિ મળે છે, જ્યારે હું ગર્વથી શેર કરી શકું છું કે તેમના ‘બાળકો’ એકલા નથી. કોઈ તેમની સાથે છે... તેમના પર કોઈનો હાથ છે... માતા નથી પણ માતા જેવું જ! તે દિવસે મેં પત્ર લખ્યો- '79 વર્ષના નિવૃત સૈનિકની આંખોમાં 13 વર્ષનો બાળક દેખાય છે' 'પ્રિય મા... તમે હવે અમારી વચ્ચે નથી, પણ હું ઈચ્છું છું કે તમે જાણો કે હું તમારા બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. તે હવે 79 વર્ષનો થઈ ગયો છે, જ્યારે તે મારી સાથે વાત કરે છે, ત્યારે તેની આંખોમાં એ જ 13 વર્ષનો બાળક દેખાય છે, જેનો સાથ તમારાથી ત્યારે છૂટી ગયો હતો. તમારો દીકરો મને કહે છે કે કેવી રીતે તે તમારી સાથે મોડી રાત સુધી ટીવી જોતો હતો. કેવી રીતે તમે તમારા મૃત્યુ માટે ધીમે ધીમે તૈયારી કરી હતી. તમારા ગયા પછી, પિતા જ તેના સૌથી સારા મિત્ર હતા. ક્યારેક ક્યારેક તેઓ તેને સ્કૂલેથી લેવા આવતા અને કહેતા, ‘ચાલ, ફરીને આવીએ,’ અને તેઓ 500 માઈલ દૂર મોન્ટ્રિયલ પહોંચી જતા. કેફેમાં બેસીને તે પિતાને જોતો, જે વચ્ચેની ખાલી ખુરશીને એકીટશે જોયા કરતા હતા- તે ખુરશી જ્યાં તમારે હોવું જોઈતું હતું.' 'તેનું હૃદય દરરોજ નબળું પડી રહ્યુ છે' 'તે મને કહે છે કે તમે બંને એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા, હંમેશા હાથ પકડીને અને પ્રેમભરી નજરોથી જોતા. તેને ઉનાળાના તે દિવસો પણ યાદ છે, જ્યારે તે તેના અંકલ બિલના ફાર્મ હાઉસ પર વરંડામાં બેસીને સૂર્યને આથમતો જોતા હતા. તે કહે છે, ‘મેં આખી જિંદગી માર્કેટિંગ અને મુસાફરીમાં વિતાવી દીધી, પણ તે ફાર્મ હાઉસ જેવી શાંતિ ફરી ક્યારેય ન મળી.’ તેને આજે પણ યાદ છે કે શાંત રાત્રિમાં મકાઈના ખેતરોમાંથી આવતો તે હળવો ‘ચટખ’ અવાજ કેવો હતો. તમારા દીકરાએ જણાવ્યું કે, તેને ખબર નથી કે મૃત્યુ પછી શું થશે, પણ તેને ખાતરી છે કે તે તમને ફરીથી મળશે. અને આનાથી તેને શાંતિ મળે છે. અહીં તે બીજા વૃદ્ધ નિવૃત્ત સૈનિકો સાથે મજાક કરે છે, ‘બિંગો’ની રમતમાં થોડી છેતરપિંડી કરે છે, અને થેરાપી માટે આવતા ગલુડિયાને લાડ લડાવે છે. ખાવા સાથે તેને આઈસ્ક્રીમ મળે છે અને તે જૂની ફિલ્મો જુએ છે. ક્યારેક ડોક્ટર અને સ્ટાફ તેને છુપાઈને મનપસંદ નાસ્તા પણ આપી દે છે… પણ આ હાસ્ય-મજાક પાછળ કડવી વાસ્તવિકતા છે. તેનું હૃદય દરરોજ નબળું પડી રહ્યુ છે. તેનું હવે કોઈ ઘર નથી અને ન તો કોઈ એવું પોતાનું છે જે તેના હકમાં બોલી શકે, જો તે પોતે બોલવાની ક્ષમતા ગુમાવી દે.' 'માતા પાસે જવાની યાત્રા શરૂ કરશે' 'જ્યારે તેનું હૃદય વધુ નબળું પડશે અને દરેક શ્વાસ સંઘર્ષ બની જશે, ત્યારે અમે તેના ફેફસાંમાંથી તે પાણી કાઢવાનો પ્રયાસ કરીશું, જે તેની હવાને રોકી રહ્યું છે. અને જ્યારે તે પણ કામ નહીં કરે, ત્યારે અમે દવાઓ દ્વારા તેના શ્વાસને શાંત કરીશું. અમે તેની પાસે બેસીશું, તેનો હાથ પકડીશું, જ્યારે તે પાછો તમારી પાસે, તેની માતા પાસે જવાની યાત્રા શરૂ કરશે- ભલે તમે ગમે ત્યાં હો. અંતિમ દિવસોમાં, હોસ્પિટલનો સ્ટાફ તેને ફક્ત દર્દી નહીં, પરંતુ પોતાનો ‘પુત્ર’ સમજીને વિદાય આપશે. જેમ એક માતા કરે છે…' અંતે આપણે બધા નાના બાળકો બની જઈએ છીએ... આ વાર્તા દર્શાવે છે કે, ચિકિત્સા ફક્ત દવાઓ પૂરતી મર્યાદિત નથી. જીવનના અંતિમ તબક્કે માણસ ઘણીવાર પોતાના મૂળ અને માતાના મમતાભર્યા ખોળા તરફ પાછા ફરવા માંગે છે. એક સંવેદનશીલ ડૉક્ટર દર્દીની અંતિમ યાત્રામાં તે જ કરુણા ભરી શકે છે, જે તેને બાળપણની યાદ અપાવે. સત્ય તો એ છે કે ઉંમર ગમે તે હોય, અંતે આપણે બધા તે જ નાના બાળકો બની જઈએ છીએ જેને પ્રેમ અને સ્વજનોના સાથની સૌથી વધુ જરૂર હોય છે. દાયકાઓ જૂની તે વાર્તાઓ હું સાચવું છું, જે દર્દીઓ અંતિમ સમયે શેર કરે છે… જેસી કહે છે, ‘ક્યારેક ક્યારેક અંતમાં આવું જ થાય છે, બાળપણની યાદો ઉમટી પડે છે. પેલિએટિવ ફિઝિશિયન તરીકે, મારું કામ વાર્તાઓને સન્માનપૂર્વક સાચવવાનું છે, જે ઘણીવાર દાયકાઓ જૂની હોય છે. મોટાભાગના લોકો આ જ શેર કરવા માંગે છે - સાંજે આગિયા પકડવા કેવું લાગતું હતું અને માના પરફ્યુમની સુગંધ કેવી હતી. બસ થોડી ક્ષણો, સામાન્ય રીતે સરળ… એવું લાગે છે જાણે એક લાંબી યાત્રાના અંતે, દર્દીઓ જીવનચક્ર પૂર્ણ કરવા માટે યુવાની તરફ હાથ લંબાવી રહ્યા હોય. મેં એવા દર્દીઓની ગણતરી ગુમાવી દીધી છે, જેઓ માના હાલરડાં યાદ કરે છે, અને ચૂપચાપ મારી બાજુમાં બેસીને, આંસુ ભરી આંખોથી તે ધૂનો સાંભળે છે.'
    Click here to Read More
    Previous Article
    ફરવાની મજા ક્યાંક સ્વાસ્થ્ય માટે સજા ન બની જાય!:ઉનાળામાં મુસાફરી દરમિયાન આ 11 સામાન્ય ભૂલો ન કરો; સાથે આ 'સેફ્ટી કિટ' રાખવાનું પણ ના ભૂલતા
    Next Article
    હવે 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકીથી ડરવાની જરૂર નથી!:'અભય' ચેટબોટ તમને નિર્ભય બનાવશે; જાણો સાયબર ઠગોની જાળમાંથી કેવી રીતે બચશો

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment