Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ખેતરના સેઢે નવજાત બાળકી ત્યજી દેવાઈ:અજાણી મહિલા સામે ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

    9 hours ago

    પાલનપુર તાલુકાના ચડોતર ગામે એક ખેતરના સેઢા પરથી જીવિત નવજાત બાળકી મળી આવી છે. શુક્રવારે સવારે આ બાળકી મળી આવતા તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. એક ખેડૂત પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે અન્ય ખેતરના સેઢા પર તેમણે આ નવજાત શિશુને પડેલું જોયું. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ બાળકી જીવિત હોવાથી તેને છાંયડામાં લીધી હતી. ત્યારબાદ 112 અને 108 નંબર પર ફોન કરવામાં આવતા પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તાજી જન્મેલી બાળકીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીનો જન્મ છુપાવવા માટે કોઈ અજાણી સ્ત્રીએ તેને ત્યજી દીધી હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બાળકીની માતા અંગે તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં કોઈ ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિ ન હોવાથી પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ભુજ-મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે:સ્ટાર એર દ્વારા 20 મેથી સંચાલનની જાહેરાત કરાઈ
    Next Article
    ‘We are going to attempt a World Record’: Chef to cook 5,000 kg of Tarri-Poha, giant pancake and bhurji of 10,000 eggs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment