Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રૌઢે એસિડ પીધું:બીજા ધર્મના યુવક સાથે લગ્નની પરિવારે ના પાડતા યુવતીએ પોતાના જ પેટમાં છરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    7 hours ago

    જામનગર રોડ પર નવી કોર્ટ સામે આવેલી સોસાયટીમાં રહેતી 24 વર્ષીય યુવતી ગઈકાલે રાત્રે 1.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે પેટમાં છરી મારી લેતા ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં યુવતીના પિતા હયાત ન હોવાનું અને તે માતા અને ભાઈઓ સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત ભગવતીપરામાં રહેતા અન્ય ધર્મના શખસ સાથે તેનો પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ પોતાના માતા અને અન્ય પરિવારજનોને પોતાના પ્રેમ સંબંધ અંગે વાતચીત કરી હતી અને મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પરિવારજનોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી જેથી યુવતીને લાગી આવ્યું હતું અને તેણે પોતાના પેટમાં છરી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે યુવતીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 6 લાખના 9 લાખ માંગી ઇકો કાર પડાવી ધમકી આપતા પ્રૌઢે એસિડ પીધું નરેશભાઈ જીવરાજભાઈ સોલંકી (ઉં.વ.50) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી જતા તત્કાલ કાલાવડ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં ઇમરજન્સી વિભાગમાં તેમની સારવાર ચાલુ છે. નરેશભાઈએ જણાવ્યા મુજબ તેઓ મોટરસાયકલ રીપેરીંગનું ગેરેજ ચલાવે છે અને થોડા વર્ષો પહેલા તેમને ઇકો કાર ખરીદ કરવાની હતી. આ માટે રૂપિયા 6 લાખ વ્યાજે લીધા હતા. થોડો સમય વ્યાજ ચૂકવ્યા બાદ સામેવાળા વ્યાજખોરોએ 6 લાખના બદલામાં 9 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ઇકો કાર પણ પડાવી લીધી હતી. આ ઉપરાંત કોર્ટમાં ચેક રીટર્નનો કેસ પણ કર્યો હતો અને સતત ધાક ધમકીઓ આપતા હતા જેથી કંટાળીને નરેશભાઈએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે નરેશભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંગાળી કારીગર શુભેન્દુનું ત્રીજા માળેથી પટકાતા મોત શુભેન્દુ નિમાઈ બાર (ઉં.વ.40) આજે સવારે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ફ્લેટમાં ત્રીજા માળે હતો ત્યારે કોઈ કારણોસર ત્રીજા માળેથી જમીન પર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં શુભેન્દુ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને અહીં રાજકોટમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે. તે સોની બજારમાં સોનાના ઘરેણા ઘડવાનું કામ કરતો હતો. તેના ફ્લેટમાં આવેલી બારીમાં ગ્રીલ ફીટ કરવાની હતી જેથી આજે કારીગર ગ્રીલ ફીટ કરવા આવ્યો હતો. શુભેન્દુ કારીગરને મદદ કરાવતો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે ત્રીજા માળેથી પટકાયો હતો. વધુ એક હિટ એન્ડ રનમાં RTO સામે બસની ઠોકરે યુવકનું મોત ગઈકાલે રાત્રે 9.30 વાગ્યા આસપાસ RTO કચેરીની સામે માસુમ સ્કૂલ પાસેના હાઇવે પરના સર્વીસ રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી બસે અજાણ્યા સાઇકલ સવાર આશરે 35 વર્ષના યુવાનને અડફેટે લીધો હતો જેથી આ યુવકને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા બસ ચાલકની શોધખોળ હાથ ધરી સાથે સાથે યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. પ્રેમિકાએ સગાઈ તોડાવી નાખતા યુવકે ઝેરી દવા પીધી દીપક રામજીભાઈ બાટા (ઉં.વ.30) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ રાવણ ચોક રામ મંદિર પાસે હતો ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં દિપક મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દિપક 7 મહિના પહેલા માંડા ડુંગરમાં રહેતી 3 સંતાનની માતા એવી ત્યકતા યુવતી સાથે તેનો પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બાદમાં કોઈ કારણે સંબંધ છૂટો કરી નાખતા 10 દિવસ પહેલા દિપકની સગાઈ તાલાલાની યુવતી સાથે થઈ હતી અને આગામી 14મી મેના રોજ લગ્ન નિર્ધારિત કરાયા હતા. આ વાતની જાણ ત્યક્તા યુવતીને થતા તેણી દીપકની જે યુવતી સાથે સગાઈ નક્કી થઈ હતી તેના ઘરે પહોંચી અને સગાઈ તોડાવી નાખી હતી. બાદમાં દિપકને ધમકી આપી હતી કે, તું રૂપિયા 7 લાખ નહીં આપે તો તારી ક્યાંય સગાઈ નહીં થવા દઉં. જેથી દિપકએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ થોરાળા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીમારીથી કંટાળી સરધાર નજીક આવેલ હરીપરના વૃદ્ધે આપઘાત કર્યો કરશનભાઈ ભાણાભાઈ ચાવડા (ઉં.વ.65) ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ડોક્ટરે તપાસી તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે જાણ આજીડેમ પોલીસે થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક કરશનભાઇ નિવૃત જીવન જીવતા હતા અને પોતે ચાર ભાઈ અને એક બહેનમાં નાના હતા તેમને સંતાનમાં એક પુત્ર છે. કરશનભાઈને શ્વાસની બીમારી હતી જેની સારવાર પણ ચાલુ હતી જો કે બીમારી વધતી જતી હોવાથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નેપાળથી વ્યાજખોરે ધમકી આપતાં રાજકોટમાં યુવકે પેટમાં છરી મારી લક્ષ્મીનગર શેરી નંબર 10માં રહેતા ગણેશ જોગીભાઈ ભુલ (ઉં.વ.34)એ તા.1ના રોજ સાંજે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પેટમાં છરી મારી દેતા પ્રથમ સારવાર નજીક ક્લિનિકમાં લીધી હતી ane બાદમાં ગઈકાલે રાત્રે અચાનક દુખાવો ઉપાડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગણેશ પોતે રાજકોટમાં વાહન સાફ કરવા માટે સર્વિસનું કામ કરે છે અને તેમને સંતાનમાં 1 દીકરો હોવાનું સામે આવ્યું છે. વતન નેપાળમાં જમીન લેવાની હોવાથી નેપાળના જ એક રહીશ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા પરંતુ હાલ આર્થિક મંદી હોવાથી તે વ્યાજના પૈસા ન આપી શકતા નેપાળથી તે વ્યક્તિ ફોન પર ધમકી આપતો હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લંડન થવા નીકળેલા ગુજરાતી પરિવારને વિદેશમાં બંધક બનાવાયો:લોહીથી લથપથ પુત્રનો ફોટો મોકલી 1 કરોડની કરી માંગ, અમદાવાદ પોલીસે એક એજન્ટને દબોચ્યો, વલસાડના એજન્ટની શોધ
    Next Article
    RR vs GT IPL 2026 LIVE Score: Rajasthan pull things back late in GT innings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment