Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ખનન:પ્રતિબંધ વચ્ચે રાત-દિવસ ખનનનો આરોપ, ખેડૂતોનો ડમ્પરો રોકી વિરોધ, ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ

    5 days ago

    ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીમાં આવેલા જુના તવરા અને કરોડ ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ફરી ગરમાયો છે. રાજ્ય સરકાર દ્વારા 2020માં આ વિસ્તારને રેતી ખનન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, ખનીજ માફિયાઓ દ્વારા દિવસ-રાત નર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ રેતી ભરેલા ડમ્પરો અટકાવી મીડિયા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેતરો અને રસ્તાઓને વ્યાપક નુકસાન સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, નદી કિનારેથી રેતી ભરીને પસાર થતા ભારે ડમ્પરોને કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. ડમ્પરોની સતત અવરજવરથી ગામના મુખ્ય અને આંતરિક માર્ગો કીચડમય બની ગયા છે, જેના કારણે ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તાઓની બિસ્માર હાલતને લીધે અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે. તંત્રની મૌન ભૂમિકા સામે સવાલો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છે, છતાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે અગાઉ પંચાયત અને ખાણ-ખનીજ વિભાગમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. આખરે પરિસ્થિતિથી કંટાળેલા ખેડૂતોએ ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો અટકાવી મીડિયા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આ ઘટના અંગે ભરૂચ જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળ તપાસ માટે રવાના કરવામાં આવી છે. તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે, તો જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે." હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પ્રશાસન આ ખનીજ માફિયાઓ સામે કોઈ કાયમી ઉકેલ લાવે છે કે પછી ખનનની પ્રવૃત્તિ રાબેતા મુજબ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર SOGએ ગેરકાયદેસર પિસ્ટલ સાથે એકને પકડ્યો:સાયલા સર્કલ પાસેથી આરોપી સંજય કલોત્રાની ધરપકડ
    Next Article
    સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:દિલ્હીથી ફ્લાઈટમાં આવતા પેસેન્જરની બેંગમાંથી 8.6 કિલો જથ્થો મળ્યો, મુસાફરની અટકાયત કરી પૂછપરછ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment