Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત:પતિ, સાસુ-સસરા સામે ગુનો દાખલ

    8 hours ago

    સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના પિતાએ તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી મુસ્તુફાભાઈ હુસેનભાઈ ઝાલોરીએ પોતાની પુત્રી કાયનાતબાનુના મોત મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયનાતબાનુના લગ્ન આશરે 3 વર્ષ પહેલા સિદ્ધપુરના નવાવાસ ખાતે રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને 1 વર્ષની પુત્રી હુરેનબાનુ પણ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના થોડા સમય બાદ કાયનાતના પતિ ફુરકાન, સાસુ સબાનાબેન અને સસરા સલીમભાઈએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિએ લોન પર લીધેલી ઈક્કો ગાડીના હપ્તા ભરવા માટે કાયનાતને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરવામાં આવતું હતું. પિતા મુસ્તુફાભાઈ અવારનવાર ફોન-પે દ્વારા પૈસા મોકલતા હોવા છતાં, સાસરિયાઓ દ્વારા ઘરકામ જેવી નાની બાબતોમાં પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ઘટનાના આગલા દિવસે એટલે કે 06/05/2026ના રોજ રાત્રે જ્યારે મૃતકની માતાએ ફોન કર્યો, ત્યારે પતિ ફુરકાને કાયનાતને વાત કરવા દીધી ન હતી. તે સમયે ફોન પર કાયનાતનો અવાજ સંભળાયો હતો કે તેનો ત્રાસ વધી ગયો છે અને તેને ખૂબ હેરાન કરવામાં આવે છે. ત્યારબાદ 07/05/2026ના રોજ સવારે છ વાગ્યાના અરસામાં પિતા જ્યારે વોકિંગમાં નીકળ્યા ત્યારે પુત્રીના ઘરે બૂમાબૂમ થતી જોઈ અંદર જતાં કાયનાત પલંગ પર મૃત હાલતમાં મળી આવી હતી. સાસરિયાઓએ તેણીને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે સિદ્ધપુર પોલીસે આરોપી ફુરકાન સલીમભાઈ સિપાઈ, સબાનાબેન સલીમભાઈ સિપાઈ અને સલીમભાઈ ગુલામનબી સિપાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 108, 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકા નટવરલાલ પટેલ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    છેડતી કરતાં રોમિયો થઇ જજો સાવધાન:રાજકોટ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાની છેડતીના કેસમાં યુવકને 3 વર્ષની જેલની સજા ફટકારી
    Next Article
    મોડાસાના સાકરીયામાં 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી:સ્થાનિકોમાં રોષ, નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ; પોલીસ તપાસ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment