Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૉલ્ટ્રી ફાર્મ્સમાં 'બાયો-સિક્યોરિટી' કવચ તૈયાર:બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, ફૂટબાથ અને સેનેટાઈઝેશન ફરજિયાત; નવાપુરમાં બર્ડ ફ્લૂ ને સુરતમાં સાવચેતી પગલાં

    8 hours ago

    મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ (H5N1)ના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને જોતા સુરત જિલ્લા વહીવટી તંત્ર સાબદું થયું છે. નવાપુર એ સુરતની સાવ નજીક હોવાથી સંક્રમણ શહેરમાં ન પ્રવેશે તે માટે સુરતના પશુપાલન વિભાગ દ્વારા કિલ્લેબંધી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના પૉલ્ટ્રી ફાર્મ્સમાં જંતુનાશક દવાઓના છંટકાવ સાથે વાયરસને રોકવા માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત શહેર અને ગ્રામ્યના તમામ પૉલ્ટ્રી સંચાલકોને અત્યંત સાવધ રહેવા અને સુરક્ષાના માપદંડોનું ચુસ્ત પાલન કરવા આદેશ અપાયા છે. પૉલ્ટ્રી ફાર્મમાં 'બાયો-સિક્યોરિટી' કવચ સુરત ખાતે કાર્યરત મદદનીશ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક) ડૉ. દિવ્યા ચૌધરીએ સુરતના ફાર્મ્સની સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, અમે સુરતના પૉલ્ટ્રી ફાર્મ્સમાં બાયો-સિક્યોરિટી મેઝર્સ અંતર્ગત કડક સાવચેતી રાખી રહ્યા છીએ. ફાર્મમાં સ્ટાફ સિવાયના કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. મુખ્ય દ્વાર પર ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરાય છે, જેથી બહારથી આવતા વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાવાની શક્યતા શૂન્ય રહે. સુરતના પશુપાલકોને પણ આ પદ્ધતિ અપનાવવા સૂચના આપી દેવાઈ છે. રખડતા જાનવરોથી રક્ષણ માટે ફાર્મ્સમાં ફેન્સિંગ વાયરસનો ફેલાવો અટકાવવા માટે સુરતના તમામ મરઘા ઉછેર કેન્દ્રોની ફરતે ચુસ્ત ફેન્સિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ડૉ. ચૌધરીના જણાવ્યા મુજબ, બાહ્ય પરિબળો જેવા કે અન્ય જાનવરો કે જંગલી પક્ષીઓ ફાર્મની અંદર પ્રવેશી ન શકે તે માટે આ વ્યવસ્થા અનિવાર્ય છે. સુરતના પશુપાલન વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને આ ફેન્સિંગ અને સ્વચ્છતાના માપદંડોનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સુરતના પક્ષી ઉદ્યોગને સુરક્ષિત રાખી શકાય. પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન (રસીકરણ) કરવામાં આવી રહ્યું છે સુરત પશુપાલન વિભાગ દ્વારા ફાર્મની અંદર નિયમિત સાફ-સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મરઘાઓના આહાર અને પાણીના સાધનોને દરરોજ જંતુમુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત, સુરતના પક્ષીઓમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે રેગ્યુલર વેક્સિનેશન (રસીકરણ) પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ નવું પક્ષી લાવવામાં આવે તો તેને જૂના પક્ષીઓ સાથે રાખવાને બદલે ક્વોરન્ટાઈન કરવા માટે અલગ વ્યવસ્થા કરવા પણ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે. બીમાર પક્ષીઓ માટે આઈસોલેશન અને સતત મોનિટરિંગ સુરતમાં અત્યાર સુધી સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે બીમાર પક્ષીઓને ઓળખી તેને તુરંત અલગ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય શાખા પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પક્ષીઓના અચાનક મોતના કિસ્સાઓ પર નજર રાખી રહી છે. જો કોઈ પક્ષી શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળે, તો તેના સેમ્પલ તાત્કાલિક અસરથી લેબોરેટરીમાં મોકલવાની સૂચના અપાઈ છે. જેથી સમયસર પગલાં લઈ શકાય. સુરતવાસીઓ માટે તબીબી સલાહ: ગભરાવાની જરૂર નથી બર્ડ ફ્લૂના ભય વચ્ચે સુરતના આરોગ્ય વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તજજ્ઞોના મતે, સુરતમાં હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ સાવધાની જરૂરી છે. ચિકન કે ઈંડાનો ઉપયોગ કરતા લોકોએ તેને 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને બરાબર રાંધીને જ ઉપયોગમાં લેવા જોઈએ. સુરતના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર મહારાષ્ટ્રથી આવતી ગાડીઓના ટાયર પર પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની વિચારણા ચાલી રહી છે જેથી વાયરસના ટ્રેસિસને શહેરમાં પ્રવેશતા અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ઓખા-તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ:સોમવારે સાંસદ પૂનમ માડમ, MLA પબુભા લીલીઝંડી આપશે, રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને લઈ દુરંતો એક્સપ્રેસ સહિતની ટ્રેનોનાં સમય બદલાશે
    Next Article
    Apradh Crime Report । જુઓ ગુજરાતના મહત્વના તમામ સમાચાર 'સ્પેશિયલ પોગ્રામ'માં | Prime Time | Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment