Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનો વિચિત્ર ફતવો:હવે વેરો ભરવા ચેક સાથે આધારકાર્ડ આપવું ફરજિયાત, મિલકતધારકોમાં ભારે રોષ

    11 hours ago

    રાજકોટ મનપાની લીગલ શાખા દ્વારા આરબીઆઈના નીતિ-નિયમોને નેવે મૂકીને બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે શહેરના મિલકતધારકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ બેંકિંગ વ્યવહાર કે ચેક દ્વારા ચુકવણી માટે આધારકાર્ડની નકલ આપવી અનિવાર્ય હોતી નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ ચેક બાઉન્સના કિસ્સામાં કાનુની કાર્યવાહી સરળ બનાવવાના હેતુથી મિલકતધારકો પર આ નવો નિયમ લાદી દીધો છે. આ નિર્ણયને કારણે કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ નિયમ ચેક રિટર્નનાં કેસમાં કાનૂની કાર્યવાહીની સરળતા માટે લેવાયો હોવાનો બચાવ તંત્રએ કર્યો છે. એપ્રિલથી જ વેરા વસુલાતની ઝુંબેશ તેજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જ વેરા વસુલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. હાલમાં મનપા દ્વારા મિલકત વેરામાં વળતર યોજના (રિબેટ સ્કીમ) અમલમાં હોવાથી શહેરના હજારો મિલકતધારકો આર્થિક લાભ મેળવવા માટે ટેક્સ ભરવા ઉમટી રહ્યા છે. મોટાભાગના મધ્યમ અને ઉચ્ચ વર્ગના કરદાતાઓ મોટી રકમ હોવાથી રોકડને બદલે ચેક મારફત વેરો ભરવાનું પસંદ કરે છે. જાણકારી વગર જ આધારકાર્ડ માગતા સ્થાનિકો પરેશાન જોકે, જ્યારે મિલકતધારકો ત્રણેય ઝોનની ઓફિસો, સિવિક સેન્ટરો કે વોર્ડ ઓફિસોમાં ચેક આપવા જાય છે, ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ તેમની પાસે આધારકાર્ડની માંગણી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે મનપાએ આ અંગે અગાઉથી કોઈ જાહેર જનતા માટે સૂચના કે નોટિસ પ્રસિદ્ધ કરી નથી, માત્ર આંતરિક પરિપત્રના આધારે જ લોકો પાસે દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની લીગલ શાખાના આ પગલાં પાછળનું મુખ્ય કારણ 'નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ' (NI Act) હેઠળની કાનુની પ્રક્રિયા હોવાનું જાણવા મળ્યું છે. ભવિષ્યમાં કાનુની કાર્યવાહી માટે આધારકાર્ડની જરૂરીયાતઃ મેનેજર મનપાના વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, મહાપાલિકામાં રોકડ, ચેક અને ઓનલાઇન એમ 3 રીતે વેરો સ્વીકારવામાં આવે છે. જોકે, ઘણા કિસ્સાઓમાં કરદાતાઓ દ્વારા આપવામાં આવેલા ચેક પરત (બાઉન્સ) થતા હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં મનપા દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે ચેક આપનાર વ્યક્તિની ઓળખ સાબિત કરવી અનિવાર્ય હોવાથી, લીગલ વિભાગની સૂચના મુજબ હવે ચેક સાથે આધાર કાર્ડની નકલ લેવાનો નિર્ણય લેવાયો છે. ચેક સાથે આધારકાર્ડ જોડવો તેવો કોઈ નિયમ નથીઃ નિષ્ણાતો જોકે, કાયદાકીય નિષ્ણાતો અને આરબીઆઈના જાણકારોનું કહેવું છે ,કે ચેક સાથે આધારકાર્ડ જોડવો તેવો કોઈ વૈશ્વિક કે ભારતીય બેંકિંગ નિયમ નથી. મિલકતધારકો જ્યારે વેરો ભરવા આવે ત્યારે તેઓ પાસે આધારકાર્ડ હોવું જ જોઈએ તેવો આગ્રહ રાખવો એ કાયદેસર રીતે યોગ્ય નથી. અત્યારે સ્થિતિ એવી છે કે જે મિલકતધારક પાસે આધારકાર્ડની નકલ નથી હોતી, તેમનો ચેક સ્વીકારવામાં આવતો નથી, જેના કારણે લોકોએ ધક્કા ખાવા પડે છે. વિવાદ વકરવાની શક્યતા મહાનગરપાલિકાના આ તઘલખી નિર્ણયને કારણે વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય પ્રક્રિયાને વધુ જટિલ બનાવી રહી છે. ચેક બાઉન્સ થવાના કિસ્સામાં મનપા પાસે મિલકતની વિગતો પહેલેથી જ ઉપલબ્ધ હોય છે, તેમ છતાં વધારાના દસ્તાવેજો માટે લોકોને પરેશાન કરવા તે કેટલું વ્યાજબી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જો મનપા આ મુદ્દે કોઈ વચગાળાનો રસ્તો નહીં કાઢે તો આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના નિયમ મુજબ કોઈપણ સંસ્થા ચેક સાથે ફરજિયાતપણે આધારકાર્ડની માંગણી કરી શકે નહીં. એડવોકેટ પેનલનું માત્ર એક સૂચન હતું, જેથી કાનુની પ્રક્રિયામાં સરળતા રહે, પરંતુ તેને કાયદો બનાવીને લોકો પર થોપી શકાય નહીં. હાલમાં મનપાના તંત્ર દ્વારા આ મુદ્દે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, કારણ કે ફરજિયાત આધારકાર્ડના કારણે પ્રામાણિક કરદાતાઓ હેરાન થઈ રહ્યા છે. ટેક્સ કલેક્શનની પ્રક્રિયા સરળ હોવી જોઈએ, નહીં કે શિક્ષાત્મક. જો તંત્ર આ બાબતે નમ્રતા નહીં દાખવે તો વળતર યોજનાના લક્ષ્યાંકો પૂરા કરવામાં પણ અવરોધ આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ વોર્ડ 1માં ગંદકી: પાલિકા સભ્યએ સફાઈ માંગી:સ્વચ્છતા અભિયાન છતાં કચરાના ઢગલા; ચોમાસા પહેલાં કામગીરીની ચીમકી
    Next Article
    Atonement, Into the Wild, and more: What gets lost when books become films

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment