Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની ભાયાવદર કૉલેજના જુ. ક્લાર્કની ભરતીમાં સેટિંગ !:યુવરાજસિંહે કહ્યું - જેનું સિલેક્શન થયું તેનું પરીક્ષા પૂર્વે જ નામ આપેલું, સરકારને લાગવગ જ ચલાવવી હોય તો ટેન્ડર બહાર પાડી ભરતી કરી નાખે

    4 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ભાયાવદરમાં આવેલી એચ.એલ.પટેલ ગ્રાન્ટેડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી સેટિંગથી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા અગાઉ જ જે ઉમેદવાર સિલેક્ટ થયા છે તેવા હર્ષ ભુવાના નામ સાથેની રજૂઆત શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને કરવામાં આવી હતી આમ છતાં પણ કોઈપણ પ્રકારના પગલા સરકાર દ્વારા લેવામાં ન આવ્યા. જેથી આ ભરતી સ્થગિત અથવા તો રદ કરવામાં આવે ઉપરાંત હાઇકોર્ટના સિટિંગ જજ અથવા તો SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી. આ સાથે જ તેમણે કહ્યું કે જો સરકાર આ રીતે જ ભરતી કરવા માગતી હોય તો રૂ.15,20 અને રૂ.30 લાખના ટેન્ડર બહાર પાડી સિલેક્શન કરી નાખવામાં આવે જેથી લાખો વિદ્યાર્થીઓ જે વર્ષો સુધી લાઇબ્રેરીમાં વાંચી અને સરકારી નોકરી માટેની તૈયારી કરે છે તે બંધ કરી દે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર દેખાડા પૂરતી થઈ ગઈ છે. બાકી પરીક્ષાની તારીખ જાહેર ન થાય તે પહેલા તો ઉમેદવારનું નામ જાહેર થઈ જાય છે. આ જ પ્રકારની ઘટના સૌરાષ્ટ્રના ભાયાવદરની એચ.એલ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બની છે. આ ગ્રાન્ટેડ કોલેજમાં જુનિયર ક્લાર્કની એક જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર 2025 ના તેની જાહેરાત આવી હતી. જેની પ્રિલીમ્સ એક્ઝામ 16- 03 - 2026 ના લેવામાં આવી. જેનું પરિણામ 18 માર્ચે જાહેર કરવામાં આવ્યું. જેની મુખ્ય પરીક્ષા 19 એપ્રિલ 2026 ના લેવામાં આવી. પાંચ દિવસ પહેલા તે મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તેમણે જણાવ્યું કે આ પરીક્ષામાં અગાઉથી એક નામ નક્કી હતું. જ્યારથી જાહેરાત બહાર પડી ત્યારથી જ વિદ્યાર્થીઓમાં ગણગણાટ હતો કે ભુવા હર્ષ અનિલભાઈનું નામ ઓળખાણવાદ કે સેટિંગ ડોટ કોમથી પહેલેથી જ નક્કી હતુ. જે બાદ ફાઇનલ યાદી જે જાહેર થઈ તેમાં તે જ વ્યક્તિનું નામ આવ્યું છે. જેથી આમાં મોટાપાયે સેટિંગ થયેલું છે. એવું નથી કે સરકારને આ બાબતે ખ્યાલ ન હતો. કારણકે આ બાબતની જાણ અગાઉ જ અમે સરકારને કરી હતી. આજથી એક મહિના પહેલા જ આ બાબતે સરકારને જાણ કરવામાં આવેલી હતી. પરીક્ષા લેવામાં આવી ન હતી તે પહેલા જ શિક્ષણ મંત્રી, UGC અને શિક્ષણ સચિવને જાણ કરવામાં આવી હતી. પરીક્ષા લેવાઇ અને પરિણામ પણ આવી ગયું પણ ત્યાં સુધી આ વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં ન આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ બાબતે કોઈ તપાસ કરવામાં ન આવી. જેથી હાલ ચહેરાઓ બદલાય છે પરંતુ કુલડીમાં ગોળ ભાંગવાની પ્રથા ચાલુ જ છે. જુનિયર ક્લાર્કની એક જ જગ્યા માટે આ સેટિંગ થયેલું છે. જે વ્યક્તિનું સિલેક્શન થયું છે તેને 200 માંથી 175 માર્ક અટેન્ડ કર્યા હતા. જેમાંથી 173.50 માર્ક આવ્યા. આ વિદ્યાર્થી આટલો બધો ટેલેન્ટેડ હોય તો અગાઉની કોઈ પરીક્ષામાં પાસ હોવો જોઈએ પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ક્લાસ 1 થી 4 સુધીની પણ તેની જેટલી પણ પરીક્ષા લેવામાં આવી તેમાં એક પણ જગ્યાએ હર્ષ ભુવાનું નામ નથી. જોકે પ્રથમ વખત જ પરીક્ષા આપી અને તે સિલેક્ટ થઈ ગયો તે નવાઈની વાત છે જેથી અમારી માંગણી છે કે આ ભરતી સ્થાપિત અથવા તો રદ કરવામાં આવે. આ ઉપરાંત હાઇકોર્ટના સિટિંગ જજ અથવા SIT ની રચના કરી તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અંતમાં તેમણે કહ્યું હતું કે આ જ રીતે ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડી દો. રૂ.15 લાખ, રૂ.20 લાખ કે રૂ.30 લાખ. જેથી ટેન્ડર થ જ ભરતી થઈ જાય અને વિદ્યાર્થીઓ પાંચ પાંચ વર્ષ સુધી લાઇબ્રેરીમાં બેસીને તૈયારી કરે છે તે તૈયારી બંધ કરી દે અને ક્યાંક નોકરીઓ લાગી જાય અને પૈસા ભેગા કરવા માંડે. જો પરિવારવાદ, ઓળખાણવાદ કે ભ્રષ્ટાચારથી જ ભરતી કરવાની હોય તો ટેન્ડર પ્રક્રિયા જ બહાર પાડી દેવી જોઈએ જેથી યુવાનોને ખબર પડે કે મહેનત ન કરાય આ રીતે પૈસા દઈ અને નોકરીએ લાગી જવાય. જ્યારે ઉમેદવાર દીપ વ્યાસે જણાવ્યું હતું કે, ભાયાવદરની એચ.એલ.પટેલ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેની પરીક્ષા 50 જેટલા ઉમેદવારો એ આપી હતી જેમાં એક ઉમેદવાર હર્ષ ભુવાને 150 માંથી 134.50 માર્ક આવે છે. જે બાદ મુખ્ય પરીક્ષા 19 એપ્રિલ 2026 ના યોજવામાં આવી હતી. જેમાં તે ભાઈ 200 માંથી 175 સવાલોના જવાબો લખે છે અને 25 E (નોટ એપ્લિકેશન) કરે છે. જેને 175 માંથી 173.50 માર્ક આવે છે. અમારા જેવા ઉમેદવારો વર્ષોથી લાયબ્રેરીમાં વાંચી તૈયારી કરતા હોય અને અમારે માર્ક ન આવે અને તે ભાઈ પહેલી જ પરીક્ષા આપે છે અને આટલા માર્ક આવી જાય છે. જો આ રીતે જ કરવું હોય તો સરકારને વિનંતી છે કે ઉમેદવાર દીઠ રૂ.800 નો ડિમાન્ડ ડ્રાફ્ટ ન લેવો જોઈએ. ડાયરેક્ટ જે ઉમેદવારને સરકાર લેવા માંગે છે તેને લઈ લેવો જોઈએ. જે ઉમેદવાર સિલેક્ટ થવાનો હતો તેની જાણ મુખ્ય પરીક્ષા પહેલા જ શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને કરી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપ્યો.:​જૂનાગઢમાં ઇકો કારના બોનેટ અને દરવાજામાં ગુપ્ત ખાના બનાવી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ, 298 બોટલ સાથે એક શખ્સની ધરપકડ.
    Next Article
    પંચમહાલમાં 38 દિવસમાં 25થી વધુ બાળલગ્ન અટકાવાયા:જિલ્લા બાળ સુરક્ષા વિભાગના ગોધરા અને શહેરામાં દરોડા, બંને સ્થળે વાલીઓની લેખિત બાંયધરી લેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment