Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપ્યો.:​જૂનાગઢમાં ઇકો કારના બોનેટ અને દરવાજામાં ગુપ્ત ખાના બનાવી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ, 298 બોટલ સાથે એક શખ્સની ધરપકડ.

    4 days ago

    ​જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા એક બુટલેગર દ્વારા અન્ય રાજ્યમાંથી દારૂ લાવી તેનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેના આધારે પોલીસે હર્ષદનગર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ ઇકો કારને આંતરી હતી. આ કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે બુટલેગરે દારૂ છુપાવવા માટે ગાડીમાં અત્યંત ચાલાકીપૂર્વક ગુપ્ત ખાનાઓ બનાવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ પોતાની માલિકીની ઇકો કારમાં સ્પેશિયલ વ્યવસ્થા કરાવી હતી. કારના બોનેટના ભાગે, સાઈડના પડિયામાં, દરવાજાની અંદરના ભાગે તેમજ આગળ અને પાછળના બમ્પરની અંદર ખાના બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે આ તમામ ખાનાઓમાંથી નાની-મોટી કુલ 298 નંગ દારૂની બોટલો કબજે કરી હતી. આ દારૂનો જથ્થો ગોવા ખાતેથી લાવીને જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં વેચવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી 26 વર્ષીય મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં એક સ્થાનિક મદદગાર અને બીજો ગોવાનો સપ્લાયર હોવાનું મનાય છે. હાલમાં પોલીસે આ બંને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 1.21 લાખની કિંમતનો દારૂ, 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને 3 લાખની કિંમતની ઇકો કાર સહિત કુલ 4.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢમાં અવારનવાર દારૂબંધીના કાયદાનો ભંગ કરીને નવી નવી તરકીબો અજમાવતા તત્વો સામે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આગામી સમયમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂરા:આમાં દર મહિને ₹210નું રોકાણ કરવા પર ₹5000 પેન્શન, અહીં જાણો તેનાથી સંબંધિત ખાસ વાતો
    Next Article
    રાજકોટની ભાયાવદર કૉલેજના જુ. ક્લાર્કની ભરતીમાં સેટિંગ !:યુવરાજસિંહે કહ્યું - જેનું સિલેક્શન થયું તેનું પરીક્ષા પૂર્વે જ નામ આપેલું, સરકારને લાગવગ જ ચલાવવી હોય તો ટેન્ડર બહાર પાડી ભરતી કરી નાખે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment