Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જેણે ભાજપને મત નથી આપ્યા તેને પાણી નહીં મળે’:‘તાકાત હોય તો પાણી બંધ કરી જુઓ, તમારા નળ ન કાપું તો પટેલના પેટનો નહીં’; મોરબીમાં ભાજપનું ‘વ્હોટ્સએપ પોલિટિક્સ’

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વોર્ડ નંબર 3 માંથી રાજકીય કિન્નાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાઓ હવે લોકોના પાયાના હક એવા 'પાણી' પર પણ રાજકારણ રમી રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ? તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોર્ડ નંબર 3ના ભાજપના ચૂંટણી પ્રચાર માટે બનાવેલા એક વ્હોટ્સએપ ગ્રૂપના સ્ક્રીનશોટ વાઈરલ થયા છે. આ પુરાવાઓ સાથે મુકેશ ગામીએ મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી છે: લોકશાહીનું અપમાન: કોંગ્રેસની લડાયક મૂડમાં ચીમકી મુકેશ ગામીએ આ ઘટનાને લોકશાહીની મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિ માટે દરેક નાગરિક સમાન હોવા જોઈએ, પછી ભલે તેને મત આપ્યો હોય કે ન આપ્યો હોય. ભાજપના કોર્પોરેટરો આ વિસ્તારને પોતાની વારસાઈ પેઢી સમજી રહ્યા છે. રાગદ્વેષ અને કિન્નાખોરીનું આવું રાજકારણ મોરબીની જનતા સાંખી લેશે નહીં. આગામી રણનીતિ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 3ના તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો એકઠા થઈને આ વિસ્તારના લોકોને પૂરતી સુખ-સુવિધા મળે અને સત્તાપક્ષની દાદાગીરીનો અંત આવે તે માટે આંદોલનાત્મક લડત આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, પાણી જેવા સંવેદનશીલ મુદ્દે ઉઠેલા આ વિવાદ પર ભાજપના સ્થાનિક સંગઠન કે ચૂંટાયેલા સભ્યો શું સ્પષ્ટતા કરે છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal New CM Suvendu Adhikari ने क्यों नहीं की Shaadi, क्या है वजह खुद बताई | Oath Ceremony
    Next Article
    કાળઝાડ ગરમીથી રાહત મેળવવા સયાજી હોસ્પિટલ્સમાં 50 કૂલર ભાડેથી લવાયા:દર્દીઓને રાહત મળી, ભાડુ ખરીદ કિંમતથી વધારે થતું હોવાની ચર્ચા; દર વર્ષે જરૂર પડે તો ખરીદતા નથી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment