Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના સ્વાગત માટે જામનગરને દુલ્હનની જેમ સજાવાયું:વડાપ્રધાનની બે દિવસ મુલાકાત પહેલા રોશનીથી ઝળહળ્યું શહેર, લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

    8 hours ago

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મે દરમિયાન જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના મુખ્ય માર્ગો ઝળહળતી રોશનીથી સજ્જ કરવામાં આવ્યા છે. દિવાળી જેવો માહોલ અને યોજનાઓનું પ્રદર્શન શહેરના ઐતિહાસિક દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ જેવા મુખ્ય સ્થળોએ વિશેષ લાઇટિંગ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત, વિવિધ સર્કલ્સ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ 10 મેના રોજ રાત્રે અંદાજે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે એક વિશાળ જન અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો, હુડો રાસ, સિદી ધમાલ વગેરે રહેશે. લોક ડાયરો: ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી લોકસાહિત્ય અને ભજનની પ્રસ્તુતિ કરશે. પરંપરાગત નૃત્યો: સૌરાષ્ટ્રની વિવિધ રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ અને મણિયારો રાસ જેવી લોકકલાઓ રજૂ કરવામાં આવશે. અન્ય પ્રસ્તુતિ: રાજ્યના અન્ય નામાંકિત કલાકારો પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને ભવ્ય બનાવશે. વડાપ્રધાનના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે અને સમગ્ર જામનગર હાલ ઉત્સવના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Bengal CM Oath Ceremony: PM Modi ने किया 'दंडवत प्रणाम', Video जमकर हो रहा Viral! | PM Modi Gesture
    Next Article
    કેસ ન કરવા રૂ.25 લાખની માંગણી કરવમાં આવી'તી:રાજકોટ CGSTના સુપ્રિટેડન્ટ વતી રૂ.20 લાખની લાંચ સ્વીકારનાર આરોપી વકીલની રેગ્યુલર જામીન અરજી રદ કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment