Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસ ન કરવા રૂ.25 લાખની માંગણી કરવમાં આવી'તી:રાજકોટ CGSTના સુપ્રિટેડન્ટ વતી રૂ.20 લાખની લાંચ સ્વીકારનાર આરોપી વકીલની રેગ્યુલર જામીન અરજી રદ કરાઇ

    7 hours ago

    રાજકોટની સેન્ટ્રલ GST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂપિયા 25 લાખની માંગણી કરી બાદમાં રૂપિયા 20 લાખમાં સેટલમેન્ટ કરી સુપ્રિટેન્ડન્ટ વતી વકીલ દ્વારા રૂપિયા 20 લાખની લાંચ સ્વીકારવામાં આવી હતી આ કેસમાં આરોપી વકીલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી જો કે એસીબીની ખાસ કોર્ટના જજ ટી એસ બ્રહ્મભટ્ટ દ્વારા જામીન અરજી રદ કરવામ આવી છે. ફરીયાદી ધનેશકુમાર પારેખ વિરૂધ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે અરજી થઇ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ નહી કરવાના અવેજ પેટે CGST સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂ.25 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું અને આ રકમ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવ્યું હતું. તા.28.04.2026ના રોજ રાત્રિના સમયે સુપ્રિટેન્ડેન્ટ વતી કન્સલટન્ટ આકાશે રૂ.20 લાખની લાંચની રકમ સ્વીકારી હતી જે રંગે હાથ પકડાઈ જતા એ.સી.બી. એ બંને આરોપીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી રીમાન્ડની માંગણી કરી હતી. ટેક્ષ કન્સલન્ટ આકાશ કાલોલીયાની જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરવામાં આવી હતી કે કાયદાની આદેશાત્મક જોગવાઈ મુજબ આરોપીને તેમની ક્યાં કારણસર અટક કરવામાં આવી છે તે જણાવવુ જરૂરી છે પરંતુ હાલના આરોપીને ફકત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેટલુ જ જણાવવામાં આવ્યું છે પરંતુ 20 લાખની રકમ સ્વીકારવાના કારણસર ધરપકડ થયેલ છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ કારણસર આરોપી આકાશ કાલોલીયાની ધરપકડ ગેરકાયદેસર છે. વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે ટેલીફોનીક વાર્તાલાપ રેકોર્ડ થયેલ છે તે અંગે કોઈ વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલ નથી તેથી આ વાર્તાલાપને હાલના તબકકે સાચો માની શકાય નહી. અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાને પણ કરોડો રૂપિયાના મની લોન્ડરીંગ કેસમાં પણ સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા છે માટે હાલના આરોપીને તો જામીન આપવા જ જોઈએ તેવી પણ રજુઆત કરવામાં આવી હતી. જેની સામે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ મુજબ 10 રૂપિયા પણ લાંચ કહેવાય શકે અને 10 કરોડ પણ લાંચ કહેવાય શકે. લાંચની પરિભાષા મુજબ જયારે રકમનુ કોઈ મહત્વ ન હોય ત્યારે આરોપી આકાશને 20 લાખની રકમની લાંચનો ઉલ્લેખ કરવામાં ન આવે તેનાથી તેમની ધરપકડ ગેરકાનુની કહી શકાય નહી. આરોપીની ટેલીફોનીક વાર્તાલાપના જવાબમાં જણાવવામાં આવેલ કે આ વાર્તાલાપનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલ ન હોય તો પણ જયારે આરોપી આકાશ ફરીયાદી પાસેથી 20 લાખ રૂપિયા ક્યાં કાયદેસરના વ્યવહાર પેટે સ્વીકારે છે તે જણાવે નહી ત્યારે આ રકમ લાંચની જ છે તેમ માનવાનુ રહે છે. અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાની પાસેથી કે તેમના ઘરેથી 100 રૂપિયાની રકમ પણ કબ્જે થયેલ ન હતી તેથી સુપ્રિમ કોર્ટે તેમને જામીન આપ્યા હોય તો તેવા કેસ સાથે હાલના આરોપી આકાશ કલોલીયાના કેસ સાથે સમાનતા જોઈ શકાય નહીં. આ તમામ રજુઆતોના અંતે ખાસ અદાલતના જજ ટી. એસ. બ્રહમભટ્ટ સાહેબે આરોપી આકાશ કાલોલીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીના સ્વાગત માટે જામનગરને દુલ્હનની જેમ સજાવાયું:વડાપ્રધાનની બે દિવસ મુલાકાત પહેલા રોશનીથી ઝળહળ્યું શહેર, લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
    Next Article
    AIADMK Says No To VCK Boss As Chief Minister In Alliance With DMK: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment