Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતે, મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન સંપન્ન થયા:યુવતીને નારી સંરક્ષણ ગૃહમાંથી પતિ સાથે જવા હાઈકોર્ટની મંજૂરી, પોલીસને કહ્યું- 'દંપતીને કોઈ હેરાન ન કરે'

    9 hours ago

    લિવઈનમાં રહેતા મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીને છુટા પડાયા બાદ અંતે હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત મંજૂરી અપાતા લગ્ન સંપન્ન થયા છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને તેના પતિ સાથે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દંપતીને કોઈ પરેશાન ન કરે તે માટે પોલીસને ધ્યાન રાખવા તાકીદ કરવામાં આવી છે. લિવઈનમાં રહેતા કપલને છુટા પડાતા મામલે કોર્ટ સમક્ષ પહોંચ્યો હતો મહેસાણા જિલ્લામાં 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી લિવઈનમાં રહેતા હતા. બંનેના લગ્નને લઈ થોડા મહિના પહેલા ધાર્મિક સંગઠનો દ્વારા ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો અને યુવક-યુવતીને છુટા પાડી દેવામાં આવ્યા હતા. યુવતીને પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. જેની સામે યુવકે હાઈકોર્ટમાં અરજી કરી પાર્ટનરની કસ્ટડી માગી હતી અને કહ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે. કોર્ટે યુવતીની ઈચ્છા જાણી, યુવકને યુવતીના નામે 3 લાખ જમા કરાવવા આદેશ કર્યો યુવકની અરજી બાદ કોર્ટે યુવતીને તેની ઈચ્છા જાણવા માટે બોલાવી હતી. ભવિષ્યમાં જો કોઈ કમનસીબ સ્થિતિ ઉભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં આવી શકે. જેની ચિંતા વ્યકત કર્યા બાદ કોર્ટે યુવકને 3 લાખ રૂપિયા જમા કારવવાની તૈયારી દર્શાવતું સોંગદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો. યુવકે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે, તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે. હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 3 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે. હાઈકોર્ટના હુકમ મુજબ યુવક-યુવતીના લગ્ન સંપન્ન થયા છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુવકને લગ્નનો ઈરાદો હોવાની નોટિસ આપવા અને 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદાર અને પ્રતિવાદીની લગ્નની અરજી પર પ્રક્રિયા કરે અને ખાતરી કરે કે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય અને કાયદા અનુસાર લગ્ન સંપન્ન થાય. હાઇકોર્ટે યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો. તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો હતો. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી પત્નીને પતિ સાથે જવા મંજૂરી યુવક-યુવતીના લગ્ન થયા બાદ હાઈકોર્ટે અમદાવાદ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને તેના પતિ સાથે જવા મંજૂરી આપવામાં આવી હતી. અલગ અલગ ધર્મના કપલને ભવિષ્યમાં કોઈ હેરાન પરેશાન ન કરે તે માટે કોર્ટે પોલીસને તાકીદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    PM Modi in Bengal LIVE : मंच पर मोदी का भावुक अंदाज़, जनता को किया साष्टांग प्रणाम | Bengal CM Oath
    Next Article
    પંચમહાલ LCBએ ગોધરા નજીકથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:રાજસ્થાન હોટલ પાર્કિંગમાં ટ્રકમાંથી ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment