Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં પશુઓના જીવ સાથે રમત?:હૈદરી ચોક પશુ દવાખાનામાં એક્સપાયરી દવાનો જથ્થો મળ્યાનો આક્ષેપ, જીવદયા પ્રેમીઓનો પોલીસ મથકે હોબાળો

    8 hours ago

    મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને મુદત વીતી ગઈ હોય તેવી દવાઓનો જથ્થો મળી આવતા મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. જીવદયા પ્રેમીઓએ આ અંગે દવાખાનામાં તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અગાઉ પણ દોઢ વર્ષ પહેલાં આ જ કેન્દ્રમાં આવો જ મામલો સામે આવ્યો હતો. શું છે સમગ્ર મામલો? હૈદરી ચોક સ્થિત પશુ દવાખાનામાં અબોલ પશુઓને એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપવામાં આવતી હોવાની શંકાને આધારે જીવદયા પ્રેમીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ અને મુદત બહારની (એક્સપાયર) દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ જોઈને રોષે ભરાયેલા જીવદયા પ્રેમીઓએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ આ મામલે ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જીવદયા પ્રેમીઓના ગંભીર આક્ષેપો જીવદયા પ્રેમી મયંક ભોજકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, છેલ્લા 18 વર્ષથી મહેસાણાની અંદર જીવદયાની કામગીરી કરું છું. ગઈકાલે સાંજે સાડા પાંચ કલાકે અમે પશુ દવાખાનાની અંદર ગયા તો ત્યાં આગળ અમને ડ્રેસિંગ ટેબલ ઉપર બે ત્રણ વાયલો મળેલા હતા. એ વાયલોની તપાસ કરવા માટે અમે અધિકારી પાસે પૂછવા ગયા, તો એ ડોક્ટરની ખુરશી ઉપર જે રિટાયર્ડ થઈ ગયેલા કોઈ અધિકારી જે ડ્રેસર છે તે ડોક્ટરની ખુરશી ઉપર બેઠા હતા. એમણે અમને એવું કહ્યું કે, આપ ડોક્ટર સાહેબને મળો. તો અમે ડોક્ટર સાહેબને પૂછવા ગયા તો એમને એવું કીધું કે આ તો એક સેમ્પલ છે અને આ દવાથી અમારે કોઈ લેવાદેવા નથી, બહારથી કોઈ દવા મૂકી ગયું છે. "ખુરશી બચાવવા બદલીઓ કરાય છે" બીજા બાજુમાં જે ડોક્ટર બેઠા હતા એ ડોક્ટરનું એવું કહેવું હતું કે, આ દવાથી કોઈ પશુ મરી તો નથી ગયું ને? એટલે એમના એવા કહેવા પ્રમાણે, શું પશુ મરી જશે ત્યાં સુધી રાહ જોવાશે? આ મોટામાં મોટા પશુ દવાખાનામાં દવાનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને પશુપાલન અધિકારી જે ડોક્ટર અમીન સાહેબ છે, પોતાની ચેમ્બરમાંથી બહાર આવીને આ તપાસ કરતા નથી. પોતાની ખુરશીને બચાવવા માટે માત્ર ને માત્ર ડોક્ટરોની બદલી કરીને પોતાની ખુરશી બચાવી રહ્યા છે. ‘ભૂપેશ અમીન સામે કડક કાર્યવાહી થવી જોઈએ’ વધુમાં ભાસ્કરને જણાવ્યું કે, અમે આ બાબતે એ ડિવિઝનની અંદર એક લેખિત અરજી આપી છે અને સીએમઓ પોર્ટલમાં પણ અરજી પણ કરી છે. અમારી એક જ માગ છે કે, અમીન સાહેબ જે પોતાની ચેમ્બરમાં બેસીને એમના રાજની અંદર જ આ બીજી વખત આવું બન્યું છે, તો એમની ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે પછી રાજકારણથી ગઈ વખતની જેમ લાત દબાઈ જશે? અમારી માંગ એક જ છે કે, આ ભૂપેશ અમીનની નિગરાનીની અંદર ટોટલ 45 દવાખાના છે. અમે બે દવાખાનાની અંદર જઈને આ બધું કૌભાંડ બહાર લાવ્યા છીએ તો 45 દવાખાનાની અંદરથી શું નહીં ચાલતું હોય? અમારી એક જ માગ છે કે ભૂપેશ અમીન ઉપર કાયદેસર કડક કાર્યવાહી થવી જોઈએ. તંત્રનો બચાવ, ‘કર્મચારીઓને હેરાન કરવાનું ઈરાદાપૂર્વકનું કાવતરું’ સામે પક્ષે પશુપાલન અધિકારી સોનલ ચૌધરીએ આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું કે, દવાખાનામાં કોઈ એક્સપાયરી દવા વપરાતી નથી. જીવદયા પ્રેમીઓ જે બોટલ લાવ્યા હતા તે સરકારી જથ્થાની નથી, કોઈ ખાનગી વ્યક્તિ ત્યાં ફેંકી ગયું હોઈ શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે કેટલાક લોકો અચાનક મેડિસિન રૂમમાં ઘૂસી ગયા હતા અને બિનઅધિકૃત રીતે ચેકિંગ કરવા લાગ્યા હતા. ડસ્ટબિનમાંથી જે દવાઓ મળી છે, તે મલ્ટિપલ પ્રિકિંગને કારણે નકામી થઈ જતાં ફેંકી દેવામાં આવી હતી. સરકારી કર્મચારીઓને ફરજ દરમિયાન ડરાવવાની અને ઈરાદાપૂર્વક હેરાન કરવાની આ પેરવી છે, જે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Right-wing preacher Sangram Bhandare, aides fling ink at NCP(SP) leader Vikas Lawande over Warkari remarks
    Next Article
    ચંદ્રુમાણા ગૌરી વિદ્યાલયમાં ધોરણ 10 પરિણામની સરાહના:શાળાના ટ્રસ્ટીઓની બેઠકમાં આગામી વર્ષોમાં સુધારા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર ભાર મૂકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment