Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત:આગ લાગતા એક વ્યક્તિ કારમાં જ ભડથું, ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢ્યો

    8 hours ago

    વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં આગ ફાટી નીકળતા એક વ્યક્તિ અંદર જ જીવતું ભડથું થઈ ગયો હતો. પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ કારમાં આગ લાગી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર ફાઈટરો અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો હતો. હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માતના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ફાયરે આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહને બહાર કાઢ્યો વડોદરા જિલ્લાના પાદરા પાસેથી કરજણ તરફ જતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં આગ ભભૂકી ઊઠતાં વાહન સંપૂર્ણપણે સળગી ગયું હતું. આગમાં ફસાયેલ વ્યક્તિ કારની અંદર જ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહને ભારે જહેમતે કારમાંથી કારમાંથી બહાર કાઢ્યો હતો. શું ચાલુ કારે આગ લાગી?, તે દિશામાં પોલીસ તપાસ પોલીસે મૃત વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના અકસ્માત બની છે કે પછી ચાલુ કારમાં આગ લાગવાથી વ્યક્તિનું મોત થયું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો 4 દિવસ મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, પંડ્યા પરિવારના ત્રણના મોત 5મે 2026, પંચમહાલના કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારની 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત 2મે, 2026ના વડોદરાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મૃતક કોન્સ્ટેબલને બહાર કાઢવામાં આવ્યા હતાં.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે પૂર્ણ થવામાં વિલંબ થશે:કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ બનશે, આવતીકાલથી 21 દિવસ ગોંડલથી પરત આવતા ખોડીયાર હોટલથી કાંગસિયાળી રોડ સુધી ડાયવર્ઝન
    Next Article
    Jackie Shroff-Led The Great Grand Superhero Set To Release On May 29

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment