Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળોદ ગામમાં વિકાસ કામોનો પ્રારંભ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ બાદ વિકાસના કામોને વેગ મળ્યો

    8 hours ago

    સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેમાં સમાવિષ્ટ માળોદ ગામમાં વિકાસના કામોને વેગ મળ્યો છે. ગામના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રાથમિક સુવિધાઓના કામો હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં પ્લેગ્રાઉન્ડ ડેવલપમેન્ટ અને સીસી રોડના કામો મુખ્ય છે. માળોદ પ્રાથમિક શાળા સામેના મેદાનમાં આશરે 92 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં ટોયલેટ બ્લોક, ગ્રાઉન્ડની ફરતે ચેઇન લિંક ફેન્સિંગ અને ક્રિકેટ પીચના કામોનો સમાવેશ થાય છે. હાલ આ કામગીરી અંદાજે 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે. ભવિષ્યમાં આ પ્લેગ્રાઉન્ડ ગામના બાળકો અને યુવાનો માટે રમતગમત તથા વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત, ગામમાં આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ બે કિલોમીટર જેટલા રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના રોડના કામો પણ ઝડપભેર ચાલી રહ્યા છે. માળોદ ગામમાં ચાલી રહેલા આ વિકાસના કામોથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં ગામને વધુ સારી માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    પ્લાસ્ટર ઓફ પેરિસ!, બાંધકામના કાટમાળ સહિતના કચરાના ઢગલા:માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ નજીકથી પસાર થતા વરસાદી કાંસમાં ગંદકીનો ગંજ
    Next Article
    Riteish Deshmukh debunks Raja Shivaji budget claims of Rs 100 cr: ‘Never asked about Sholay’s budget’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment