Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટર ઓફ પેરિસ!, બાંધકામના કાટમાળ સહિતના કચરાના ઢગલા:માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ નજીકથી પસાર થતા વરસાદી કાંસમાં ગંદકીનો ગંજ

    9 hours ago

    વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને જોડતા વરસાદી કાંસમાં પુરાણ થઇ રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રિમોન્સુન કામગીરી કેટલાય વિસ્તારમાં બાકી છે. તો બીજી તરફ વરસાદી કાંસના કેટલાક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે જે નદી કિનારે રહેતા લોકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. પ્લાસ્ટર ઓફ પેરિસ, બાંધકામનો કાટમાળ સહિતના કચરાના ઢગલા વિશ્વામિત્રી નદીમાં બે વર્ષ પૂર્વે આવેલા પૂરના કારણે શહેરમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે અને વરસાદી પરિસ્થિતિમાં સુધારા લાવવા માટે એક તરફ તંત્ર દ્વારા આશરે 1200 કરોડ જેવી માતબર રકમના પ્રોજેક્ટ્સની જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા અત્યંત ડરામણી અને વિરોધાભાસી જોવા મળી રહી છે. ‘કચરાના મોટા પહાડો ખડકીને નદીને પૂરી દેવાનું કૌભાંડ’ શહેર કોંગ્રેસના આગેવાન ભાવિકા રાઠોડે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ગાયકવાડી શહેરમાં સુંદર કાંસ હતો જેના ઉપર કચરો ઠાલવી દેવામાં આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાં કચરાના મોટા પહાડો ખડકીને નદીને પૂરી દેવાનું અને દબાણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જણાય છે. અદિતિ વિદ્યાલયથી લઈને માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીના વિશાળ વિસ્તારમાં ઊંચા કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. આ કચરામાં પ્લાસ્ટર ઓફ પેરિસ, બાંધકામનો કાટમાળ, કાચ અને અન્ય ઝેરી પદાર્થોનો સમાવેશ થાય છે. જળચરના અસ્તિત્વ સામે પણ સવાલ નદી સુધી પાણીને પહોંચાડતા વરસાદી કાંસના કિનારે ઠાલવાયેલો આ કચરો માત્ર નદીના વહેણને જ નથી રોકતો, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સ જળચર પ્રાણીઓના જીવન માટે અને સમગ્ર પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે ભવિષ્યમાં વડોદરાના મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ રીતે જ નદી અને કાંસોમાં કચરો નાખીને દબાણ કરવામાં આવશે, તો નજીવા વરસાદમાં પણ સામ્રાજ્ય, વિશ્વામિત્રી ટાઉનશિપ, ખિસકોલી સર્કલ, મુંજમહુડા, અટલાદરા અને વડસર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે. હ્યુમન રાઈટ કમિશને પણ ચિંતા વ્યક્ત કરી હતી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણપ્રેમીઓ અને હ્યુમન રાઈટ કમિશન દ્વારા પણ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વામિત્રી નદીના કિનારે ઠલવાતા કચરાથી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા નદી બચાવવાના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ધરાતલ પર નદીને નષ્ટ કરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું હોય તેમ લાગે છે. કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર અને ભાવિકાબેન દ્વારા આ મુદ્દે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે તંત્રને સણસણતો સવાલ પૂછ્યો છે કે, શું કરોડોના ખર્ચે બનનારા પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ સીમિત રહેશે? જો આવનારા સમયમાં જનતાના ઘરોમાં પાણી ભરાશે અને પર્યાવરણને જે નુકસાન થશે, તેની જવાબદારી શું પાલિકા તંત્ર કે શાસકો લેશે? જનતામાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નદીના અસ્તિત્વને બચાવવા માટે નક્કર કાર્યવાહીની માગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    UPI-ATM દ્વારા આ જ મહિનાથી PF કાઢી શકશે:નવી સિસ્ટમ લોન્ચ કરવાની તૈયારી પૂરી, 7.8 કરોડ સબસ્ક્રાઇબર્સને તરત પૈસા મળશે
    Next Article
    માળોદ ગામમાં વિકાસ કામોનો પ્રારંભ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ બાદ વિકાસના કામોને વેગ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment