Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો બિયારણ ખરીદીમાં સાવચેતી રાખે:અધિકૃત વેચાણકર્તા પાસેથી જ બિયારણ ખરીદવા કૃષિ વિભાગની અપીલ

    8 hours ago

    પાક ઉત્પાદનનો મુખ્ય આધાર બિયારણ હોવાથી, તેની ગુણવત્તા ખેડૂતોની આખી સીઝન પર અસર કરે છે. આથી, કૃષિ વિભાગે ખેડૂતોને બિયારણની ખરીદી અત્યંત સાવચેતીપૂર્વક અને ચોકસાઈ સાથે કરવા અપીલ કરી છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે, બિયારણની ખરીદી ફક્ત અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. લાયસન્સ વગરના વ્યક્તિઓ, પેઢીઓ, સગા-સંબંધીઓ કે ફેરીયાઓ પાસેથી બિયારણ ખરીદવાનું ટાળવું, જેથી છેતરપિંડીથી બચી શકાય. બિયારણ ખરીદતી વખતે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ-સરનામું, ખરીદેલા બિયારણનું નામ, તેનો વર્ગ, લોટ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂર્ણ થવાની વિગતો દર્શાવતું પાકું બિલ વેચનારની સહી સાથે અવશ્ય મેળવવું. બિયારણના પેકેટ પર આપેલા QR કોડને સ્કેન કરીને બિયારણ અંગેની માહિતીની ચકાસણી કરવી હિતાવહ છે. ઉપરાંત, બિયારણની મુદત પૂર્ણ થઈ નથી તેની ખાતરી કરવી. કોઈપણ સંજોગોમાં મુદત પૂર્ણ થયેલ બિયારણની ખરીદી ન કરવી. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી કે પેકેટ પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધોરણો દર્શાવેલા ન હોય તેવા બિયારણથી દૂર રહેવું. 4G, 5G જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી ટાળવી. આવા બિયારણનું વેચાણ થતું જણાય તો સંબંધિત તાલુકાના ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), બ્લોક-બી, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણ કચેરીને તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરાયો છે. મગફળી બિયારણની ખરીદી કરતી વખતે ટ્રુથફુલ લેબલ અથવા સર્ટિફિકેશન ટેગ વગરના બિયારણની ખરીદી ન કરવી. વાવણી બાદ ખરીદેલા બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બિલ સાચવી રાખવું જરૂરી છે. જો સર્ટિફાઈડ બિયારણ ખરીદેલ હોય, તો થેલી પર લગાડેલ ટેગ પાક પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવી રાખવા પણ જણાવાયું છે. કૃષિ વિભાગે ખેડૂતોને સોશિયલ મીડિયા કે અન્ય ભ્રામક પ્રચારથી દોરાઈ ન જવા તેમજ લોભ-લાલચમાં આવી સસ્તા બિયારણની ખરીદી ન કરવા પણ ખાસ અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી:આગામી સમયમાં થશે ચાર્જફ્રેમ, હાઇકોર્ટે ફરી નીચલી કોર્ટને આ મામલે સાંભળવા આદેશ કર્યો હતો
    Next Article
    When Is Vijay's Oath? Suspense Over Tamil Nadu's First Coalition Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment