Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી:આગામી સમયમાં થશે ચાર્જફ્રેમ, હાઇકોર્ટે ફરી નીચલી કોર્ટને આ મામલે સાંભળવા આદેશ કર્યો હતો

    9 hours ago

    સારવારના નામે કેમ્પ યોજીને દર્દીઓની ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મૃત્યુ નીપજવાના કેસમાં ધરપકડ કરાયેલા ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોડિયા અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં 30 મહત્ત્વના સાક્ષી, 7 સાક્ષીના મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન છે. કાર્તિક પટેલ સહિતના આરોપીઓએ બિમારીના નામે ગરીબ દર્દીઓને ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો છે. જ્યારે રાહુલ જૈન, ડો. સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારીની પણ મુખ્ય સંડોવણી છે ત્યારે ડિસ્ચાર્જ ન કરી શકાય. ‘ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી-એન્જીયોગ્રાફી કરતા હતા’ સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીની સૂચનાથી ગરીબ અને અભણ દર્દીઓને કાવતરાના ભાગરૂપે હોસ્પિટલમાં લાવી તેઓની ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી સહિતના ઓપરેશનો કરવામાં આવતાં હોવાના સમગ્ર કૌભાંડની તેને જાણકારી હતી જ, તેમ છતાં તેણે કૌભાંડ આચરવામાં બનતી મદદગારી કરી હતી. ‘આરોપીઓએ વધુ એક વખત કેસમાંથી ડિસ્ચાર્જ થવા અરજી કરી હતી’ ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ઝડપાયેલા હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને રાહુલ જૈન, રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોળિયાની નીચલી કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે ફરી નીચલી કોર્ટને આ મામલે સાંભળવા આદેશ કર્યો હતો. જેથી તમામે વધુ એક વખત કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે તેઓને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે, આ કેસમાં તેઓનો કોઇ રોલ નથી, તેઓએ કોઇ ઓપરેશન કર્યા નથી, ચાર્જશીટ જોતા તેમની સામે કોઇ જ પુરાવા નથી, તેથી કોર્ટે તેમને ડિસ્ચાર્જ કરવો જોઇએ. ‘આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ચેરમેન છે’ બીજી તરફ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યું હતું કે કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી છે. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ચેરમેન છે. આ ગુનાના કાવતરાખોરોનો મુખ્ય હેતુ સરકારની PMJAY યોજનાનો આર્થિક ગેરલાભ મેળવવાનો હતો. આરોપી ખ્યાતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં 50.98 ટકા હિસ્સો ધરાવે છે. ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના આર્થિક વ્યવહારોમાં તથા ઓડિટ રિપોર્ટમાં આર્થિક નુકસાન ના થયાનું આરોપીએ દર્શાવ્યું હતું, હોસ્પિટલના તમામ આર્થિક વ્યવહારો આરોપી દ્વારા દિશાનિર્દેશ થયા છે. જે પુરાવાની દ્રષ્ટિએ ખુબ જ અગત્યના છે. ‘સરકારી વેબસાઇટ સાથે ચેડા કરી કાર્ડ મેળવ્યા હતા’ તેમણે વધુમાં દલીલ કરી હતી કે આરોપી મુખ્ય સૂત્રધાર છે. હોસ્પિટલમાં દર્દીઓ લાવવા તથા તે દર્દીઓને PMJAY હેઠળ હોય કે ન હોય ગેરકાયેદસર આર્થિક લાભ મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ ન હોય તેવા લોકોને પણ આરોપીઓ મારફતે અન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરીને સરકારી વેબસાઇટ સાથે ચેડા કરી કાર્ડ મેળવ્યા હતા. આરોપી સહિતના લોકોએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરુ રચી પોતાને આર્થિક લાભ લેવા માટે માનવ જીવનનું અવમૂલન કરી ગુનાને અંજામ આપ્યો છે. જેમાં રાહુલ જૈનની પણ પુરતી સંડોવણી છે. ‘અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી’ રાહુલ અને કાર્તિક પટેલ અમદાવાદ શહેર તથા આજુબાજુના જિલ્લાઓમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજવા માટે અગાઉ પકડાયેલા આરોપીઓને સુચના આપી હતી. આરોપી કેસની ટ્રાયલ મોડી કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે, ચાર્જશીટ જોતા આરોપી સામે પુરતા પુરાવા છે, ત્યારે આવા કેસમાં આરોપીને ડિસ્ચાર્જ ન કરવો જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બંધ સ્વિમિંગ પૂલ દોઢ વર્ષે શરૂ:ઓલિમ્પિક કક્ષાના ઇન્ડોર પૂલમાં ટ્રેનિંગ શરૂ, અન્ય લોકોની ₹944 માસિક ફી; આઉટડોર પૂલ હજુ ગંદકી-શેવાળને કારણે બંધ
    Next Article
    ખેડૂતો બિયારણ ખરીદીમાં સાવચેતી રાખે:અધિકૃત વેચાણકર્તા પાસેથી જ બિયારણ ખરીદવા કૃષિ વિભાગની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment