Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.નો બંધ સ્વિમિંગ પૂલ દોઢ વર્ષે શરૂ:ઓલિમ્પિક કક્ષાના ઇન્ડોર પૂલમાં ટ્રેનિંગ શરૂ, પણ આઉટડોર પૂલ હજુ ગંદકી-શેવાળને કારણે બંધ

    9 hours ago

    રાજકોટમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શહેરના તરવૈયાઓ માટે રાહતના સમાચાર છે. સપ્ટેમ્બર 2024થી એટલે કે છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલો ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ યુનિવર્સિટીનો વિશાળ આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ ગંદકી અને તંત્રની ઉદાસીનતાને કારણે બંધ હાલતમાં છે. આંતર કોલેજ, રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માટેનો આ સ્વિમિંગ પૂલ 25.50 બાય 12.50 મીટરનો છે અને તેની કેપેસિટી 28 લાખ લિટર પાણીની છે, જેથી આ સ્વિમિંગ પૂલ તાત્કાલિક શરૂ થાય તે જરૂરી છે. હાલમાં શરૂ થયેલા પ્રેક્ટિસ સ્વિમિંગ પૂલમાં શિખાઉ સ્વિમર લાઇફ જેકેટ સાથે સ્વિમિંગ શીખે છે. અહીં NIS કોચ દ્વારા ઉત્કૃષ્ઠ તાલીમ આપવામાં આવે છે, જેથી રાજકોટ શહેરનો લોકો પણ અહીં માસિક રૂ.944 ફી ચૂકવી સ્વિમિંગ શીખવા આવી શકે છે. હાલ અહીં 30 જેટલા સ્પર્ધકો આવે છેઃ સ્વિમિંગ કોચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NIS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ)નું સર્ટિફિકેટ ધરાવતા કોચ જય ભટ્ટે જણાવ્યું કે, કુલપતિ અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્ડોર સ્વિમિંગ પૂલ શરૂ કરાયો છે. આ સ્વિમિંગ પૂલ ઓલિમ્લિક કક્ષાનો 25.50 બાય 12.50 મીટરનો છે. 7.5 ફૂટની ઉંડાઈ ધરાવતા આ પૂલમાં દૈનિક 7 લાખ લિટર પાણીની જરૂરિયાત રહે છે. આ સૌરાષ્ટ્રનો એકમાત્ર ટેમ્પરેચર મેન્ટેન પૂલ છે, જેથી શિયાળામાં પણ લોકો સ્વિમિંગ કરી શકે. જ્યારે બહારનો આઉટ ડોર સ્વિમિંગ પૂલ 20 બાય 50 મીટરનો પૂલ છે. બંને પૂલની ઊંડાઇ 7.5 ફૂટ છે. હાલ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા સહિતની તૈયારી કરતા 30 જેટલા સ્પર્ધકો આવે છે. અહીં ટ્રેનર દ્વારા ખૂબ સારું ગાઇડન્સ અપાઈ છેઃ સ્વિમર સ્વિમર અશ્વિન ગોહિલે જણાવ્યું કે, હું સ્ટોક માર્કેટ ટ્રેડર છું અને સ્વિમિંગમાં એક્સરસાઇઝ માટે આવું છું. જે લોકો સ્વિમિંગ કોમ્પીટિશનમાં ભાગ લેવા માંગે છે, તેઓ માટે બેસ્ટ સ્વિમિંગ પૂલ છે. અહીં ટ્રેનર દ્વારા ખૂબ જ સારું ગાઇડન્સ આપવામાં આવે છે. અહીં અપાતા ગાઇડન્સને કારણે મારા પર્ફોમન્સમાં પણ સુધારો થયો છે. સ્વિમિંગ કરવાથી માઇન્ડ ફ્રેશ રહે છે. આ ઉપરાંત ડાયજેસ્ટના પ્રશ્નો હોય તો તે પણ દૂર થઈ જાય છે. સ્વિમિંગથી માઈન્ડ અને બોડીને ફાયદો થાય છે. મારો પુત્ર પણ અહીં સ્વિમિંગ માટે આવે છે, જેમાં પણ ખૂબ જ સારું ઇમ્પ્રુવેન્ટ જોવા મળી રહ્યું છે, જેનું માઇન્ડ પણ શાર્પ થાય છે. હું સ્વિમિંગમાં કારકિર્દી બનાવવા માંગુ છુંઃ યુવરાજ યુવરાજ ચૌહાણે જણાવ્યું કે, તાજેતરમાં જ મેં ધોરણ 12 પૂર્ણ કર્યું છે. હું 13 દિવસ પહેલા અહીં સ્વિમિંગ શીખવા માટે આવ્યો હતો, ત્યારે મારે લાઈફ જેકેટ પહેરવું પડતુ હતુ. જોકે હવે મારે લાઈફ જેકેટ પહેરવાની જરૂર પડતી નથી. જય સર ખૂબ જ સારું કોચિંગ આપે છે. મારું લક્ષ્ય એ છે કે, આગળ હું સ્વિમિંગમાં કારકિર્દી બનાવવા માંગુ છું, જેથી અહીં યુનિવર્સિટીમાં સ્વિમિંગ શીખવા માટે આવું છું. હું પહેલેથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છુંઃ વિશ્વાસ આ ઉપરાંત અન્ય યુવાન વિશ્વાસ શર્માએ જણાવ્યું કે, હું અહીં UPSCની તૈયારી કરું છું અને તેની સાથે અહીં જ સ્વિમિંગ શીખવા માટે આવું છું. અહીં સ્વિમિંગની ખુબ જ સારી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. હું પહેલેથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છું, જેનાથી મેન્ટલ હેલ્થ ખૂબ જ સારી રહે છે અને સ્પ્રિચ્યુઆલિટી પણ સારી થાય છે. ફિઝિકલ વર્ક આઉટની સાથે સ્પ્રિચયુલ માટે બ્રિથિંગ એક્સરસાઇઝ પણ થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    10 સિક્સર...5 ચોગ્ગા...એલને 47 બોલમાં સદી ફટકારી:મિચેલે રહાણેની વિકેટ સેલિબ્રેટ કરી, ગ્રીને 94 મીટરનો છગ્ગો ફટકાર્યો, અનુકૂલ રોયનો રનિંગ કેચ; મોમેન્ટ્સ
    Next Article
    મૃતકના I-PHONEનો ડેટા મેળવવા અરજી:એપલે કહ્યું- કોર્ટનો ઓર્ડર લાવો; ગાંધીનગર કોર્ટે પરિવાર તરફે હુકમ કર્યો, ‘પત્ની અને પુત્રી પિતાના ડેટા સાથે ઈમોશનલ રીતે જોડાયેલા’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment