Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતકના I-PHONEનો ડેટા મેળવવા અરજી:એપલે કહ્યું- કોર્ટનો ઓર્ડર લાવો; ગાંધીનગર કોર્ટે પરિવાર તરફે હુકમ કર્યો, ‘પત્ની અને પુત્રી પિતાના ડેટા સાથે ઈમોશનલ રીતે જોડાયેલા’

    8 hours ago

    ગાંધીનગરની સિવિલ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં ડિજિટલ ડેટાને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ મૃત વ્યક્તિની મિલકતના ભાગ તરીકે માન્યતા આપીને એક મહિલાને તેના સ્વર્ગસ્થ પિતાના આઇફોન અને આઇક્લાઉડ એકાઉન્ટનો એક્સેસ મેળવવાની મંજૂરી આપી છે. આ ચુકાદો ત્યારે આવ્યો જ્યારે એપલ કંપનીએ પરિવારને એક્સેસ માટે અધિકૃત કરતો કોર્ટ ઓર્ડર મેળવવા જણાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે ફોટોગ્રાફ્સ, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ રેકોર્ડ્સ કાયદાકીય અને ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગોપનીયતાનો અધિકાર મૃત્યુ પછી ચાલુ રહેતો નથી. ‘કોર્ટ મૃતકના કાયદેસરના એજન્ટ તરીકે જાહેર કરે પછી એક્સેસ આપીશું’ આ કેસ એક વ્યક્તિ સાથે સંબંધિત છે, જેમનું એપ્રિલ 2025માં વસિયતનામું કર્યા વિના અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્ની અને પુત્રીએ તેમના લોક થયેલા આઇફોન અને આઇક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. પરિવારે કંપનીનો સંપર્ક કર્યો જેણે તેમને જાણ કરી કે સક્ષમ કોર્ટ તેમને મૃતકના કાયદેસરના એજન્ટ તરીકે જાહેર કરે તે પછી જ એક્સેસ આપી શકાય છે. પરિવારે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવા કોર્ટમાં અરજી કરી પરિવારે ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ જાહેરનામું અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ ડિજિટલ ડેટા મેળવવા માટે તેની પુત્રીની તરફેણમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. મૃતકનો ડેટા પરિવાર માટે ભાવનાત્મક-વ્યવહારિક મહત્વ ધરાવે છે સુનાવણી દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે મૃતકના આઇક્લાઉડ એકાઉન્ટમાં ફોટોગ્રાફ્સ, વીડિયો, વોઈસ નોટ્સ, દસ્તાવેજો અને કોન્ટેક્સ સહિતની મૂલ્યવાન વ્યક્તિગત સામગ્રી છે, જે પરિવાર માટે ભાવનાત્મક અને વ્યવહારિક મહત્વ ધરાવે છે. એપલે મૃતકના પ્રતિનિધિ તરીકે અધિકૃત કરતા કોર્ટના આદેશનો આગ્રહ રાખ્યો પુત્રીએ કોર્ટને જાણ કરી હતી કે એપલે મેસેજ આપ્યો છે કે તે આઇક્લાઉડ ડેટાના એક્સેસ માટે પાસવર્ડ તેમજ સિક્યુરિટી રીસેટની સુવિધા આપી શકે છે, પરંતુ ફિઝીકલી લોક થયેલા ઉપકરણ પર સંગ્રહિત ડેટા પુનઃપ્રાપ્ત કરવાનો તેમની પાસે કોઈ તકનીકી માર્ગ નથી. કંપનીએ અરજદારોને મૃતકના પ્રતિનિધિ તરીકે અધિકૃત કરતા કોર્ટના આદેશનો આગ્રહ રાખ્યો હતો. જાહેરખબર પ્રસિદ્ધ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી અરજદારોએ વાંધાઓ આમંત્રિત કરતી જાહેરખબર પ્રસિદ્ધ કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. ત્યારબાદ એવી દલીલ કરવામાં આવી હતી કે હાલનું ભારતીય કાયદાકીય માળખું ડિજિટલ ડેટાને મિલકત તરીકે ઓળખવા માટે પૂરતું વ્યાપક છે. એડમિનિસ્ટ્રેટર-જનરલ એક્ટ, 1963ની કલમ 2(A) હેઠળ સંપત્તિની વ્યાખ્યા વ્યાપક છે અને તે મૃતકની તમામ જંગમ મિલકત સુધી વિસ્તરેલી છે, જે ડિજિટલ ડેટાનો સમાવેશ કરવા માટે પૂરતી છે. ‘ડિજિટલ ડેટા એ મૃતકની એસ્ટેટનો એક ભાગ છે’ સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ એ બાબતે સહમત છે કે મૃતકના એપલ આઇક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ડિજિટલ ડેટા એ મૃતકની એસ્ટેટનો એક ભાગ છે અને તે એક મૂલ્યવાન ડિજિટલ સંપત્તિ છે, જેનું સંચાલન આ એક્ટ હેઠળ થઈ શકે છે. જનરલ ક્લોઝિસ એક્ટ, 1897 અને ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ જંગમ મિલકતની વ્યાપક વ્યાખ્યાઓ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ મિલકતની વ્યાખ્યા અને આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની માન્યતા સહિતનું હાલનું ભારતીય કાયદાકીય માળખું ડિજિટલ ડેટાને મિલકતના વ્યાપમાં સમાવવા માટે પૂરતું વિસ્તૃત છે. ‘ગોપનીયતાનો અધિકાર વ્યક્તિના મૃત્યુ પછી ટકી રહેતો નથી’ મૃતકની ગોપનીયતાના અધિકારના મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, ગોપનીયતાનો અધિકાર એક વ્યક્તિગત અધિકાર હોવાથી, તે વ્યક્તિના મૃત્યુ પછી ટકી રહેતો નથી, જેવું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.નો બંધ સ્વિમિંગ પૂલ દોઢ વર્ષે શરૂ:ઓલિમ્પિક કક્ષાના ઇન્ડોર પૂલમાં ટ્રેનિંગ શરૂ, પણ આઉટડોર પૂલ હજુ ગંદકી-શેવાળને કારણે બંધ
    Next Article
    Delhi Capitals Break Silence On Prithvi Shaw Stance Despite Horrendous IPL 2026 Campaign

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment