Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલીઓને ચેતાવણી:મંજૂરી વિનાની કોલેજોમાં પ્રવેશ લેતા બચજો, નહીં તો ડિગ્રી માત્ર કાગળનો ટુકડો જ ગણાશે

    8 hours ago

    ભાસ્કર એક્સપર્ટ ડો. આર. સી. ગઢવી, કુલસચિવ, વીએનએસજીયુનું નિવેદન એડમિશનની મોસમ ચાલી રહી છે, ત્યારે અમારા ધ્યાને આવ્યું છે કે કેટલીક સંસ્થાઓ યુનિવર્સિટીની મંજૂરી વિના જ ગેરકાયદેસર કોર્સ ચલાવી રહી છે. સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, વાપી અને ડાંગ જિલ્લાના વાલીઓને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે, આવી બોગસ સંસ્થાઓની છેતરામણી અને લોભામણી વાતોમાં ભૂલેચૂકે પણ ફસાતા નહીં. ખાસ કરીને પેરામેડિકલ અને ડિપ્લોમા જેવા કોર્સમાં પ્રવેશ લેતા પહેલા યુનિવર્સિટીની મંજૂરી હોવી ફરજિયાત છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 મુજબ, અમારી NOC વગર ચાલતી કોલેજોની ડિગ્રી ભવિષ્યમાં માત્ર કાગળનો ટુકડો ગણાશે, જે ક્યાંય માન્ય રહેશે નહીં. અમે કડક સૂચના આપી છે કે વાલીની ફરિયાદ મળતા જ તરત જ આવી સંસ્થાઓ સામે સીધી પોલીસ ફરિયાદ કરવા સાથે સાથે રૂ. 5 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવે. તમારા સંતાનનું ભવિષ્ય જોખમાય નહીં તે માટે પ્રવેશ લેતા પહેલા અમારી વેબસાઈટ પર માન્ય કોલેજોનું લિસ્ટ ચોક્કસ તપાસી લેજો. - મિલન માંજરાવાલા સાથે થયેલી વાતચીત અનુસાર પ્રવેશ લેતા પહેલા શું કરશો સ્ટેપ-1: વેબસાઈટ પર લિસ્ટ ચેક કરો સંસ્થા મોટા દાવા કરે, પણ પહેલા પર યુનિવર્સિટીની લિંક https://www.vnsgu.ac.in/home/getcollegelist ખોલો. લિસ્ટમાં કોલેજનું નામ નથી, તો ત્યાં પ્રવેશ લેવાનું જોખમ ન લેતા. સ્ટેપ-2: રજિસ્ટ્રેશન કે જોડાણ પત્ર માંગો કોલેજ પ્રિન્સિપાલ પાસે ચાલુ શૈક્ષણિક વર્ષનું યુનિવર્સિટીથી અપાયેલું જોડાણ પત્ર માંગો. અધિકૃત સંસ્થા ક્યારેય આ પત્ર બતાવતા અચકાશે નહીં. સ્ટેપ-3: કોર્સની મંજૂરી વેરિફાય કરો ઘણીવાર કોલેજ માન્ય હોય છે પણ તે જે નવો કોર્સ શરૂ કરે છે તેની મંજૂરી હોતી નથી. જે કોર્સમાં પ્રવેશ લેવા માંગો છો, તે કોર્સ માટે યુનિવર્સિટીએ પરવાનગી આપી છે કે નહીં તેની લેખિત ખાતરી કરો. સ્ટેપ-4: ફીની રસીદ-દસ્તાવેજોની ચકાસણી ફી ભરતી વખતે જે રસીદ મળે તેમાં કોલેજનું નામ અને શક્ય હોય તો યુનિવર્સિટીનો ઉલ્લેખ ચેક કરો. સંસ્થા માત્ર કોઈ ટ્રસ્ટના નામે રસીદ આપતી હોય તો તે શંકાસ્પદ હોઈ શકે છે. સ્ટેપ-5: લોભામણીવાળા શબ્દોથી ખાસ બચો સંચાલકો કહે કે મંજૂરી આવતા મહિનો થશે કે પ્રોસેસ ચાલુ છે તો એવા ભરોસે પ્રવેશ ન લો. યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રવેશના દિવસે મંજૂરી હોવી ફરજિયાત છે, અન્યથા વિદ્યાર્થીની ડિગ્રી અમાન્ય ઠરશે.
    Click here to Read More
    Previous Article
    ભરતી ન્યૂઝ:NTPCમાં એઓની 20 જગ્યાઓ ભરશે પગાર રૂ.1.20 લાખ
    Next Article
    India Appoints New Defence, Navy Chiefs, To Assume Office By Month-End

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment