Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકચાર:હિંમતનગરના ખેડાવાડામાં પાડોશીનો યુવક પર તલવાર વડે હિચકારો હુમલો

    14 hours ago

    હિંમતનગરના ખેડાવાડામાં નજીવી બાબતે પાડોશીએ તલવાર વડે હુમલો કરી યુવકને લોહીલુહાણ કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. ખેડાવાડાના વતની સંજયકુમારનું સ્ક્રૂ ડ્રાઈવર (ડિસમિસ) અને સોલ્ડર બે માસ અગાઉ પાડોશમાં રહેતા મહેશકુમાર કાનજીભાઈ સોલંકી લઈ ગયા હતા. આ સામાનની અવારનવાર ઉઘરાણી કરવા છતાં તે પરત ન આપતાં ગત તા. 06-05-2026ના રોજ રાત્રે નવેક વાગ્યાના સુમારે સંજયકુમાર મહેશભાઈના ઘરે સામાન લેવા ગયા હતા. સામાન માંગતા જ મહેશ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જ્યારે સંજયભાઈએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે મહેશભાઈ પોતાના ઘરમાંથી તલવાર લઈ આવ્યો હતો અને સંજયભાઈને ધક્કો મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ તલવાર વડે હુમલો કરતા સંજયભાઈને કપાળના ભાગે અને ડાબા હાથની આંગળીએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીએ જો હવે પછી ઘરે આવીશ તો જાનથી મારી નાખીશની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત સંજયકુમારને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેમને કપાળના ભાગે ટાંકા લેવા પડ્યા છે. આ અંગે મનુભાઈ અમૃતભાઈ ચેનવાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    4 વિરુદ્ધ ફરિયાદ‎:મનરેગાના કામમાં અરજી કરી ખોટા નામ લખાવવાની બાબતે ઠપકો આપતાં ઝઘડો
    Next Article
    પ્રોત્સાહન:થેલેસેમિયા, સિકલસેલ એનિમિયાથી પીડાતા બાળકોને બીમારી સામે લડવા પ્રોત્સાહિત કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment