Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલવિદા કનુભાઈ:સુરતના પૂર્વ મેયર, ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણી અનંત યાત્રાએ

    11 hours ago

    સુરત શહેરના પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીનું નિધન થયું છે. સામાજિક સેવા અને શિક્ષણ ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. તેમના નિધન પર રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને શિક્ષણ જગતના લોકોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ડો. કનુભાઈ માવાણી માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ એક એવા વિઝનરી વ્યક્તિ હતા જેમણે સુરતના વિકાસમાં અને રાજ્યના શિક્ષણ માળખાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક આયુર્વેદિક ડોક્ટર (પ્રિન્સિપાલ, આયુર્વેદિક કોલેજ) તરીકે કારકિર્દી શરૂ કરીને જાહેર જીવનમાં ઉચ્ચ શિખરો સર કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વહીવટી માળખામાં અનેક સુધારા કરવામાં આવ્યા હતા. તેમણે ધારાસભ્ય તરીકે સુરતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં મજબૂતીથી વાચા આપી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના જ્ઞાન અને અનુભવને કારણે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં તેમણે શૈક્ષણિક ગુણવત્તા વધારવા અનેક પ્રયાસો કર્યા હતા. તેઓ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી શિક્ષણ સંસ્થાન (SSASIT) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા હતા. વરાછા અને આસપાસના વિસ્તારોમાં પાટીદાર સમાજ અને અન્ય સમાજોના ઉત્થાન માટે તેમણે શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવી હતી. તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ જેવી સંસ્થાઓમાં તેમના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાયું છે. મેયર તરીકેના ગાળામાં તેમણે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમના સમયમાં વહીવટી પારદર્શિતા અને વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવાયા હતા. મૂળ વ્યવસાયે ડોક્ટર હોવાથી તેમણે આયુર્વેદિક શિક્ષણ અને ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહ પરિવારે જમાવ્યો અડ્ડો, VIDEO:કાળઝાળ ગરમી વચ્ચે વનરાજાનો ‘કૂલ’ અંદાજ, પ્રવાસીઓ જોઈ અભિભૂત થયા
    Next Article
    સુરતના હાફ એન્કાઉન્ટરની એ દિલધડક 5 મિનિટમાં શું શું થયું?:SBIમાંથી 50 લાખ લૂંટનારા શુભમે બંધૂક ઉઠાવી PI પર ગોળી છોડી, ACPએ સર્વિસ રિવોલ્વરથી આરોપીને ભોં ભેગો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment