Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગરના લીમડા ગામે ખેતરમાં પથ્થરો બાબતે જીવલેણ હુમલાનો કેસ:ઇડરની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના લીમડા ગામે સાત વર્ષ પહેલા ખેતરમાં પથ્થરો મૂકવા બાબતે થયેલા ઝઘડામાં ગળાના ભાગે અસ્ત્રો મારી ઈજા પહોંચાડવાના કેસમાં ઇડરની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના વર્ષ 2019માં બની હતી. વિજયનગરના લીમડા ગામે દિનેશભાઈ પ્રતાપભાઈ પાંડવે પોતાના ખેતરમાં ખેડાણ માટે પથ્થરો મૂક્યા હતા. આ પથ્થરો આડા આવતા ગામના નીતિનભાઈ સુખાજી પાંડવે દિનેશભાઈને પૂછ્યું કે, "તારા ખેતરમાં પથ્થર કેમ આડા મૂકેલા છે? મારે જીપ ક્યાંથી લઈ જવાની?" આ બાબતે નીતિનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી હતી. ત્યારબાદ તેમણે પોતાની પાસેના અસ્ત્ર વડે દિનેશભાઈ પાંડવના ગળાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે દિનેશભાઈ પ્રતાપભાઈ પાંડવે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતિનભાઈ સુખાજી પાંડવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસ ઇડરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નિકેશ એન. બારોટે લેખિત અને મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમણે સારવાર કરનાર તબીબના નિવેદન, FSL રિપોર્ટ અને ભોગ બનનારના એડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદન બાબતે ધારદાર દલીલો કરી હતી. નામદાર એડિશનલ સેશન્સ જજ એમ.વાય. રાધાનપુરવાલાએ આ દલીલોને ધ્યાને લઈ આરોપી નીતિન સુખાજી પાંડવને ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળના ગુનામાં તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત, જી.પી. એક્ટની કલમ 135 હેઠળના ગુનામાં 6 માસની સાદી કેદ અને ₹100નો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જામનગર આગમન પહેલા હર્ષ સંઘવીએ સમીક્ષા કરી:નાયબ મુખ્યમંત્રીએ લાલ બંગલા સર્કલ પર સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા તપાસી
    Next Article
    Governor Not Convinced Vijay Has Majority, No Oath Tomorrow: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment