Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યાહનભોજનના નાયબ મામલતદારને ફરજ મોકૂફ કરાયા:જિલ્લાના કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા આવી વર્તણુક ચલાવી લેવાશે નહિ: જિલ્લા કલેકટર

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ એન. ભટ્ટની શરમજનક કરતૂતો બદલ જિલ્લા કલેક્ટરે કડક પગલાં લીધા છે. વારંવાર નશાની હાલતમાં પકડાતા અને પદની ગરિમા લજવતા આ અધિકારીને કલેક્ટરે તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે. આ કાર્યવાહીથી સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બે-બે વખત પોલીસના હાથે ઝડપાયા નાયબ મામલતદાર મેહુલ ભટ્ટની દારૂ પીવાની કુટેવ અને તેના કારણે થતા હોબાળાએ ભારે ચર્ચા જગાવી હતી. પ્રથમ કિસ્સામાં આ અધિકારી પોતાની ફરજ દરમિયાન જ નશાની હાલતમાં ઝડપાયા હતા, જે અંગે નીલમબાગ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગતરોજ ફરી એકવાર સુભાષનગર વિસ્તારના માનસ દર્શન કોમ્પ્લેક્સ પાસે દારૂ પીને દંગલ મચાવતા ઘોઘારોડ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તેમણે મીડિયાકર્મીઓ સાથે પણ અભદ્ર વર્તન કરી પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી. કલેક્ટરે શિસ્તભંગના પગલાં લીધા જિલ્લાના એક જવાબદાર અધિકારી દ્વારા આ પ્રકારે વારંવાર કાયદાના લીરેલીરા ઉડાડવાની ઘટનાને ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે અત્યંત ગંભીરતાથી લીધી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અહેવાલો અને પોલીસ તપાસની વિગતોને આધારે, કલેક્ટરે ગુજરાત રાજ્ય સેવા નિયમો-1971ની જોગવાઈઓ હેઠળ મેહુલ ભટ્ટને ફરજ મોકૂફ કરવાનો આદેશ આપ્યો છે. કલેક્ટરના આ કડક વલણને પગલે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા કલેક્ટરનો કડક સંદેશ આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લાના કોઈપણ અધિકારી કે કર્મચારી દ્વારા કરવામાં આવતી આવી અશોભનીય વર્તણૂક કે શિસ્તભંગ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી હોદ્દા પર રહીને કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ નશાખોર મામલતદાર વિરુદ્ધ પોલીસ તપાસની સાથે વિભાગીય તપાસના ચક્રો પણ ગતિમાન થયા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા:બે MPના યુવકે હેરાનગતિ કરવા બદલ પોલીસના સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી, તપાસ બાદ કાર્યવાહી
    Next Article
    અમરેલીમાં 36 આંગણવાડી કેન્દ્રોને 9 કરોડની મંજૂરી:કુંકાવાવ વિધાનસભાના 36 ગામોમાં બાળકોને મળશે આધુનિક સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment