Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા કરી:ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સામે તંત્રને કડક નિર્દેશ આપ્યા

    11 hours ago

    ભરૂચ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંભવિત પૂર અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે તંત્રને કડક નિર્દેશ આપ્યા હતા. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી કામગીરી સુવ્યવસ્થિત રીતે કરવા ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન જિલ્લામાં આવેલા ડેમ, નદીઓ, કિનારાના ગામો, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, બચાવ અને રાહત કામગીરી તેમજ છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભારે પૂર અને અતિવૃષ્ટિના ઈતિહાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ સતર્કતા રાખવા જણાવ્યું હતું. તેમણે વહેણ વિસ્તારમાં આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતા કોઝ-વેની ઓળખ કરી ત્યાં ચેતવણીના સાઈનબોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી. આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થળાંતર સરળ બને તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આયોજનમાં જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભયજનક વૃક્ષોનું કટિંગ કરવા, જર્જરિત શાળા અને આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા તેમજ કંટ્રોલ રૂમને કાર્યરત રાખવા પણ સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટરે રેઈન ગેઝ મશીન, બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસવા પણ દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે જિલ્લામાં આવેલી તમામ કાંસ, ચેમ્બર, ગટર, નહેરો, રોડ-રસ્તાઓ સાથેના નાના નાળા તેમજ પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ડીસ્લિટીંગ અને સફાઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ભરૂચ શહેર સહિત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન સ્વચ્છ રાખવા, નડતરરૂપ ઝાડનું ટ્રિમીંગ કરવા, નમી પડેલા વીજ પોલને વ્યવસ્થિત કરવા તેમજ કાંસની બાજુમાં આવેલા પોલ દૂર કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. અગાઉ પાણી ભરાવાની સમસ્યા સર્જાયેલા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા પણ તંત્રને નિર્દેશ અપાયા હતા. આ ઉપરાંત, જિલ્લાવાસીઓને ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટીની રીયલ ટાઈમ માહિતી મળી રહે તે માટે ઈ-રેવા સિસ્ટમ વધુ અસરકારક બનાવવા પણ સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહી પોતાની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીની પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષની સજા ફટકારી:હળવદના ગામથી આદિલે સગીરા ભગાડીને દુષ્કર્મ આચર્યુ, મદદગારી કરનારને કોર્ટે પૂરાવાના અભાવે નિર્દોષ છોડ્યો
    Next Article
    ગોંડલમાં સામૂહિક આપઘાત:સિમેન્ટ કારખાનામાં પિતાએ બે માસૂમ સંતાનોને ગળાટૂંપો આપી પોતે પણ ગળાફાંસો ખાધો, પુત્રને ધોરણ-10માં 70% આવ્યાં હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment