Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અબોલ પક્ષીઓ માટે કરુણા સંસ્થા બની દેવદૂત:સોલાર ટેકનોલોજી અને માટીના કુંડાના અનોખા સમન્વયથી પક્ષીઓ માટે તૈયાર કરાયા પક્ષીઓને પાણી પીવાના કુંડાઓ

    9 hours ago

    સુરત શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જતાં મનુષ્યોની સાથે પક્ષીઓની હાલત પણ દયનીય બની છે, ત્યારે 'કરુણા' સંસ્થાએ અબોલ પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે તે માટે સોલાર ઓપરેટેડ વોટરિંગ સિસ્ટમ વિકસાવી છે. સંસ્થા દ્વારા એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉપયોગ કરી માટીના કુંડામાં સોલાર પેનલ અને મોટર લગાવી પાણીને સતત રિસર્ક્યુલેટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જે પક્ષીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. આધુનિક ટેકનોલોજી અને કુદરતી ઠંડકનો સમન્વય સામાન્ય રીતે માટીના કુંડામાં ભરેલું સ્થિર પાણી તડકાને કારણે ગરમ થઈ જતું હોય છે, જે પક્ષીઓ પી શકતા નથી. આ સમસ્યાના નિવારણ માટે 'કરુણા' સંસ્થાએ એક નવીન પ્રયોગ કર્યો છે. 25-30 લિટરની સંગ્રહ ક્ષમતા સંસ્થાના ધર્મેન્દ્ર પી. સંઘવીના જણાવ્યા અનુસાર, ઘણીવાર લોકો એક નાનું કુંડું ભરીને જતા રહે છે જે જલ્દી ખાલી થઈ જાય છે. આ નવી સિસ્ટમમાં 25 થી 30 લિટરનું ડ્રમ રાખવામાં આવ્યું છે, જે એકવાર ભરી દેવાથી સાંજ સુધી ચાલે છે. હાલમાં આ પ્રાયોગિક ધોરણે ઈચ્છાનાથ સર્કલ પાસે SVNIT કોલેજના ખૂણા પર લગાવવામાં આવ્યું છે. આગામી સમયમાં જાહેર જનતાની જરૂરિયાત મુજબ અન્ય સ્થળોએ પણ આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સુરતની આ સંસ્થા છેલ્લા 365 દિવસ પક્ષીઓના કલ્યાણ માટે કાર્યરત છે. પરંપરાગત માટીના કુંડામાં ટેકનોલોજીનો ઉમેરો કરીને પક્ષીઓ માટે આ 'જલપાત્ર' તૈયાર કરવામાં આવ્યું છે, જે આકરા ઉનાળામાં પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    જુના તવરામાં આહિર સમાજે 13મો પાટોત્સવ ઉજવ્યો:પાંચ દેવી મંદિરમાં ધાર્મિક માહોલમાં ઉજવણી
    Next Article
    SMC અને સાબરમતી પોલીસ એક સાથે દરોડો પાડવા પહોંચી:સાબરમતીમાં જાહેરમાં દારૂનું વેચાણ કરનાર અને લેવા જનાર સહિત 13 ઝડપાયા, SMCએ પરત જવું પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment