Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માછલીના ભાગલા બાબતે સાવકા ભાઈની કરપીણ હત્યા:નેત્રંગના મચામડી ગામે ધોલી ડેમથી પરત ફરતાં બનાવ, શેરડી કાપવાનું કોયતું ગળાના ભાગે ફેરવી દીધું, ધરપકડ

    12 hours ago

    ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામે માછલીના ભાગલા પાડવા જેવી સામાન્ય બાબતે સાવકા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી છે. આ ઘટના બાદ નેત્રંગ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મચામડી ગામના રહેવાસી જયેશભાઈ રાયસીંગભાઈ કોટવાળીયા, પ્રવિણ ઉર્ફે રવિન રમણભાઈ કોટવાળીયા અને મંજુબેન રમણભાઈ કોટવાળીયા ધોલી ડેમ ખાતે માછીમારી કરવા ગયા હતા. 5 મે, 2026ના રોજ સાંજે માછીમારી પૂર્ણ કરીને તેઓ માછલીના ભાગ પાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. મચામડીથી આંજોલી જતા કાચા રસ્તા પર માછલીના ભાગલા મુદ્દે બંને સાવકા ભાઈઓ, જયેશભાઈ અને પ્રવિણ ઉર્ફે રવિન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વકરતા જયેશભાઈએ પોતાના થેલામાંથી શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવિણ ઉર્ફે રવિન પર હુમલો કર્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રવિણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આરોપી જયેશ ફરાર થઈ ગયો હતો. હત્યાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ફરાર આરોપી જયેશભાઈ રાયસીંગભાઈ કોટવાળીયાને નર્મદા જિલ્લાના મુલ્કાપાડા ગામેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સરસ્વતીમાં કેબલ ચોર ગેંગ સક્રિય:ચારૂપમાં પંચાયત અને ખેતરમાંથી 40,000ના કેબલની ચોરી
    Next Article
    સિદ્ધપુરમાં 24 વર્ષીય પરિણીતાનું સાસરીમાં મોત:પિતાએ પોલીસને જાણ કરી, ભેદી સંજોગોની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment