Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડીના ધારસીમેલ ગામે મકાનમાં ભીષણ આગ:રાત્રિ દરમિયાન ઘરવખરી, અનાજ સહિતનો સામાન ભસ્મીભૂત

    1 week ago

    નસવાડી તાલુકાના ધારસીમેલ ગામમાં ગત રાત્રિ દરમિયાન એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન સહિતની તમામ મિલકત બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે અસરગ્રસ્ત પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. ઘટનાની વિગત ધારસીમેલ ગામના હિમો ફળિયામાં રહેતા કિનસિયાભાઈ ભીલના મકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખું મકાન અને અંદર રાખેલો તમામ સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. મોટું આર્થિક નુકસાન આગમાં ઘરમાં સંગ્રહિત અનાજ, કપડાં, ફર્નિચર અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ સંપૂર્ણપણે નષ્ટ પામી છે. આ આકસ્મિક આફતને કારણે પરિવાર સંપૂર્ણપણે બેસહારા બની ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારણ અકબંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. રાત્રિના અંધકારમાં લાગેલી આ આગે મધ્યમવર્ગીય પરિવારની જીવનભરની કમાણી મિનિટોમાં જ સ્વાહા કરી દીધી છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવી પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    B.Sc. સેમ.6 ના 1268 વિદ્યાર્થીઓ પરિણામ વિહોણા !:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું અંધેર તંત્ર, ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મળતા નથી, OSD આફ્રિકાની સફરે
    Next Article
    પાટણની વરસાદી કેનાલમાં ગટરના પાણી ભળતા રહીશો પરેશાન:સમસ્યા ઉકેલવા તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment