Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્લુ અર્જુન-એટલીનો માસ્ટરપ્લાન:'પુષ્પા'ની ફોર્મ્યુલા ફરી અપનાવશે, જાણો 'રાકા' નામ પાછળની ખાસ રણનીતિ

    8 hours ago

    અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ અને ‘પુષ્પા 2: ધ રૂલ’એ જે રીતે દેશભરમાં રેકોર્ડ તોડ સફળતા મેળવી, ત્યારબાદ હવે તેની આગામી ફિલ્મ ‘રાકા’ને લઈને પણ જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ ફિલ્મનું ટાઈટલ સીધું અલ્લુ અર્જુનના પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં તેને એક સુવિચારિત રણનીતિ માનવામાં આવી રહી છે, જ્યાં સ્ટારની સ્ક્રીન ઇમેજને જ ફિલ્મની સૌથી મોટી બ્રાન્ડિંગ બનાવવામાં આવી રહી છે. ડિરેક્ટર એટલીની આ મેગા બજેટ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સૂત્રો અનુસાર, ‘પુષ્પા’ની સફળતા પછી મેકર્સે એ સમજી લીધું કે, અલ્લુના પાત્રો માત્ર વાર્તાનો ભાગ નથી રહેતા, પરંતુ પોતે એક કલ્ટ ઓળખ બની જાય છે. આ જ કારણ છે કે ‘રાકા’માં પણ પાત્રના નામને જ ફિલ્મનું ટાઈટલ બનાવવામાં આવ્યું છે, જેથી દર્શકો વચ્ચે સીધો કનેક્શન તૈયાર થઈ શકે. ટ્રેડ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે, ‘રાકા’ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ એક નવી સિનેમેટિક યુનિવર્સની શરૂઆત સાબિત થઈ શકે છે. વળી, એટલી અને અલ્લુની જોડી દક્ષિણ અને હિન્દીમાં મોટા ગેમ ચેન્જર સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    KPITના કો-ફાઉન્ડર રવિ પંડિતનું નિધન:ઓટોમોટિવ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના આર્કિટેક્ટમાં ગણાતા હતા, ગ્રીન હાઇડ્રોજન મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
    Next Article
    જે જહાજ પર હંટાવાયરસ ફેલાયો તેના પર 2 ભારતીયો:ડોક્ટરોએ કહ્યું- આ કોરોનાની જેમ ઝડપથી ફેલાતો નથી, અત્યાર સુધીમાં 3 લોકોના મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment