Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા કોર્પોરેટરોએ શપથ પહેલા જ સત્તાનો સ્વાદ ચાખવાનું શરૂ કર્યું:અધિકારીઓ સાથે ફિલ્ડ વિઝિટ કરી, ગટર-રોડની કામગીરીનું ફોટોસેશન પણ કરાવ્યું; સ્ટેન્ડિંગ ચેરમેન બનવાની દોડ

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભાજપને મળેલી 115 બેઠકોના પ્રચંડ વિજય બાદ હવે ઉમેદવારોમાં એક અજીબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ વિજેતા જાહેર થયા બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવે અને ત્યારબાદ જ ઉમેદવાર સત્તાવાર રીતે કોર્પોરેટર તરીકેની જવાબદારી સંભાળી શકે છે. જોકે, સુરતમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગેઝેટ હજુ દિલ્હી-ગાંધીનગરના ટેબલો પર ફરતું હશે, ત્યાં સુરતના વિજેતા ઉમેદવારોએ તો ફિલ્ડ પર જઈને ઓર્ડર આપવાનું પણ શરૂ કરી દીધું છે. ખાસ કરીને જે 73 નવા ચહેરાઓ પ્રથમવાર પાલિકામાં પગ મૂકવા જઈ રહ્યા છે, તેમનામાં સત્તાની ભાગીદારી મેળવવાની એટલી ઉતાવળ છે કે તેઓ શપથ લેવાની પણ રાહ જોવા તૈયાર નથી. સત્તાવાર જાહેરાત પહેલા જ સત્તાનો સિક્કો જમાવવાની કોશિશ સામાન્ય રીતે ચૂંટણી પરિણામ બાદ વહીવટી પ્રક્રિયામાં થોડો સમય જતો હોય છે, પરંતુ આ વખતે સુરતના રાજકારણમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જીતેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં 'એક્શન મોડ'માં આવી ગયા છે. આ ઉમેદવારો હજુ સત્તાવાર કોર્પોરેટર બન્યા નથી, છતાં પાલિકાના ઝોનલ અધિકારીઓ અને એન્જિનિયરોને સાથે રાખીને રાઉન્ડ મારી રહ્યા છે. રસ્તા, ડ્રેનેજ અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચનાઓ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. નવા જીતેલા સભ્યોનો આ અતિઉત્સાહ જોઈને પાલિકાના જૂના જોગીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા છે. 73 નવા ચહેરાઓમાં પદ મેળવવાની ભારે થનગનાટ ભાજપની 115 બેઠકોમાં 73 સભ્યો એવા છે જેઓ પહેલીવાર કોર્પોરેટર બન્યા છે. આ નવા સભ્યોમાં એક પ્રકારની અસુરક્ષિતતા અને ઉત્સાહનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. તેમને લાગે છે કે જો તેઓ અત્યારથી જ એક્ટિવ નહીં દેખાય તો આગામી સમયમાં જ્યારે સ્થાયી સમિતિ કે વિવિધ વિભાગીય સમિતિઓના ચેરમેનની નિમણૂક થશે, ત્યારે તેમનું નામ લિસ્ટમાંથી કપાઈ શકે છે. આથી, સમિતિના ચેરમેન બનવાની આશાએ આ મહાશયો વહેલી સવારથી જ પોતાના વિસ્તારમાં નીકળી પડે છે. અધિકારીઓને ટકોર અને સોશિયલ મીડિયા પર ફોટાની વણઝાર આ નવનિયુક્ત સભ્યો માત્ર ફિલ્ડમાં નથી જતા, પણ સાથે કેમેરામેન અને સોશિયલ મીડિયાની ટીમ પણ રાખે છે. કોઈ ગટરની સફાઈ કરાવતા હોય તેવા ફોટા તો કોઈ તૂટેલા રસ્તા બતાવતા હોય તેવા ફોટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે ઉમેદવારોએ અધિકારીઓને જાહેરમાં ટકોર કરી છે,જેથી લોકોમાં તેમની છાપ 'કડક નેતા' તરીકેની પડે. આ 'શો-બાજી' પાછળનો મુખ્ય હેતુ પદાધિકારીઓની રેસમાં આગળ રહેવાનો છે. વિવિધ સમાજના સંમેલનોમાં 'કોર્પોરેટર' તરીકેની હાજરી ગેઝેટમાં નામ ન હોવા છતાં, આ ઉમેદવારો વિવિધ સમાજ અને જ્ઞાતિના કાર્યક્રમોમાં 'કોર્પોરેટર' તરીકેની નેમપ્લેટ લગાવીને હાજરી આપી રહ્યા છે. સમાજના મોભીઓ પાસે આશીર્વાદ લેવા અને સ્ટેજ પર સ્થાન મેળવવા માટે પણ હોડ જામી છે. ઘણી જગ્યાએ તો આયોજકો પણ દ્વિધામાં હોય છે કે તેમને શું કહીને સંબોધવા, પણ ચૂંટણીના પરિણામોનો નશો એટલો છે કે કોઈ નિયમોની ચિંતા કરવા તૈયાર નથી. પેનલના અન્ય સભ્યોમાં અંદરોઅંદર ગણગણાટ સુરતની એક બેઠક પર 4 સભ્યોની પેનલ હોય છે. ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે પેનલના એક કે બે સભ્યો અતિઉત્સાહી થઈને અધિકારીઓ સાથે રાઉન્ડમાં નીકળી જાય છે, જ્યારે બાકીના સભ્યો ઘરે બેઠા હોય છે. આને કારણે પેનલના સભ્યો વચ્ચે પણ મનદુઃખ ઊભું થઈ રહ્યું છે. બાકીના સભ્યોને લાગે છે કે આ 'એકલા ચાલવા'ની નીતિ આગામી સમયમાં પક્ષમાં તેમની છાપ બગાડી શકે છે. નેતાઓની ગુડબુકમાં આવવા માટેનો આખરી દાવ સ્થાયી સમિતિ, પાણી સમિતિ, ડ્રેનેજ સમિતિ કે આરોગ્ય સમિતિ આ બધી સમિતિઓના ચેરમેન બનવા માટે નેતાઓની ગુડબુકમાં હોવું અત્યંત જરૂરી છે. સુરત ભાજપના મોવડી મંડળની નજરમાં જે સૌથી વધુ સક્રિય દેખાશે, તેને જ મલાઈદાર પદ મળશે એવી આશાએ આ નવા સભ્યો સવાર-સાંજ એક કરી રહ્યા છે. આ રમત માત્ર લોકસેવાની નથી, પરંતુ આગામી 5 વર્ષ સુધી પાલિકાના વહીવટમાં પોતાની ધાક જમાવવાની છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં સરકાર રચવા પર ગૂંચવણ, TVKનું પ્રદર્શન:અનેકની અટકાયત; TVKએ કહ્યું- જો DMK-AIADMK ગઠબંધન થશે તો બધા ધારાસભ્યો રાજીનામું આપશે
    Next Article
    ઈન્દિરાનગરમાં દારૂની મહેફિલની સાથે ઝપાઝપી:નશાની હાલતમાં ઝઘડતા 3 યુવકને 112ની ટીમે ઝડપી પાડ્યા, વરતેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment