Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં:વડસર ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગનું કાર્ય પૂર્ણ, જટિલ કામગીરીમાં ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો

    6 days ago

    અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનોના નિર્માણની સાથે નદીઓ અને વ્યસ્ત રોડ પર બ્રિજ બનાવવાની કામગીરી પણ અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા વડોદરામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરવામાં આવ્યું છે. વડસર ઓવરબ્રિજ પર પડકારજનક કામગીરી પૂર્ણ વડસર રોડ ઓવરબ્રિજ પર 40 મીટર લાંબા ગર્ડરને લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્થળ ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત પડકારજનક હતું, કારણ કે આ એક વ્યસ્ત શહેરી કોરિડોર છે. આ રૂટ પરથી દરરોજ 100થી વધુ ટ્રેનો પસાર થાય છે. જ્યારે 70,000 વાહનની પણ અવરજવર રહે છે. FSLM ટેકનોલોજીનો ઉપયોગ અને ઝડપી અમલીકરણ આ જટિલ કામગીરી માટે ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિની મદદથી એન્જિનિયરોએ ભારે ટ્રાફિક વચ્ચે પણ માત્ર 2 કલાક અને 13 મિનિટના ટૂંકા ગાળામાં ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે આ જ પ્રકારે અત્યાધુનિક મશીનરી દ્વારા બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિમાં વધારો કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલના ઘુસર ગામે ખાણ ખનિજ ટીમ પર હુમલો:8 શખ્સો સામે વેજલપુર પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાઈ
    Next Article
    Amit Shah in West Bengal LIVE | આજે નક્કી થશે કોણ બનશે બંગાળના મુખ્યમંત્રી? | Suvendu | Mamta | BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment