Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાનીની ટકોર દોહિત્રને એવી ખૂંચી કે ગળું કાપી નાખ્યું:મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી પણ જુઠ્ઠાણું પકડાયું; સુરતમાં ‘સંબંધો’નું લોહી વહ્યું

    2 days ago

    સુરતના પુણા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પરવટ પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક રૂમ-રસોડાના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ કોઈ લૂંટ કે ચોરીના ઈરાદે થયેલી હત્યા નથી, પરંતુ ઘરના જ મોભી અને વડીલ દ્વારા કરવામાં આવતી શિખામણની ટકોરથી ઉશ્કેરાઈને એક નરાધમ દોહિત્રએ પોતાની સગી નાનીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હૈયું હચમચાવી દેતો ખૂની ખેલ ખેલાયો મળતી માહિતી પ્રમાણે, પુણા પોલીસ મથકની હદમાં આવતા પરવટ પાટિયાના અનમોલ એપાર્ટમેન્ટમાં ગત રાત્રિએ હૈયું હચમચાવી દેતો ખૂની ખેલ ખેલાયો હતો. 70 વર્ષના લીલાબેન ચંદુભાઈ ચૌધરી પોતાના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના રહીશો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પુણા PI વિક્રમ દેસાઈ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો અત્યંત પેચીદો લાગતો હતો કારણ કે ઘરમાં કોઈ બહારની વ્યક્તિના પ્રવેશના ચિન્હો નહોતા. દોહિત્રનું 'માસ્ટર માઈન્ડ' જુઠ્ઠાણું, નાનીએ જાતે જ ચપ્પુ માર્યું જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લીલાબેનનો 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં જ હાજર હતો. હર્ષે પોલીસ સામે મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે, નાની છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા અને આજે અચાનક તેમણે 'મારે જીવવું નથી' તેમ કહી ચપ્પુ ઉઠાવ્યું હતું. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ ઝપાઝપીમાં તેમને ગળાના ભાગે વાગી ગયું. હર્ષે આ જ વાત તેના પાડોશીઓ અને અન્ય સંબંધીઓને પણ કહી હતી જેથી કોઈને તેના પર શંકા ન જાય. સાયન્ટિફિક તપાસ સામે ખૂની દોહિત્ર ભાંગી પડ્યો પોલીસને હર્ષની વાતોમાં શરૂઆતથી જ શંકા હતી. ઘટનાસ્થળ પર લોહીના ડાઘ અને લાશની સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહેતી હતી. PI વિક્રમ દેસાઈએ તરત જ ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને FSLની મદદ લીધી હતી. જ્યારે નિષ્ણાતોએ તપાસ કરી ત્યારે સ્પષ્ટ થયું કે ગળા પર જે રીતે ઘા કરવામાં આવ્યો હતો તે કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા કે અકસ્માત ન હોઈ શકે. પોલીસે હર્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ 'થર્ડ ડિગ્રી' વગર જ મનોવૈજ્ઞાનિક ઢબે ઉલટતપાસ શરૂ કરી. સતત બે કલાકની પૂછપરછ બાદ હર્ષ તૂટી પડ્યો અને કબૂલાત કરી કે, હા, મેં જ નાનીને પતાવી દીધા છે. બેકારી અને નાનીની ટકોરથી કંટાળી પગલું ભર્યું હર્ષની કબૂલાત મુજબ, તે છેલ્લા લાંબા સમયથી બેકાર હતો. તેની પાસે કોઈ કામધંધો નહોતો. તે મોડી રાત સુધી જાગતો અને દિવસે મોડે સુધી સુઈ રહેતો હતો. નાની લીલાબેન શિસ્તના આગ્રહી હતા. તેઓ વારંવાર હર્ષને કહેતા કે, તું મોટો થયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ? કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર. હર્ષના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. નાની સતત કામ બાબતે ટકોર કરતા રહેતા હોવાથી ઝઘડાઓ પણ થતા હતા. જેથી કંટાળી આ પગલું ભર્યું હતું. બહેનની ગેરહાજરીમાં તક જોઈને ઘા કર્યો ઘટનાના દિવસે હર્ષની બહેન કોઈ કામ અર્થે બહાર ગઈ હતી. હર્ષની પત્ની પહેલાથી જ પિયરમાં હતી. ઘરમાં ફક્ત હર્ષ અને તેના નાની લીલાબેન જ હતા. નાનીએ ફરીથી હર્ષને કામ કરવા બાબતે શિખામણ આપવાનું શરૂ કર્યું. આ વખતે હર્ષે સંયમ ગુમાવ્યો અને રસોડામાંથી ચપ્પુ લાવી નાની પર હુમલો કરી દીધો. 70 વર્ષના અશક્ત વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ હર્ષે તેમના ગળા પર જોરથી ઘા ઝીંકી દીધો હતો. લીલાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા અને થોડી જ મિનિટોમાં તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું. 10 વર્ષનો પ્રેમ એક ક્ષણના આવેશમાં ભૂલી ગયો મૃતક લીલાબેનની કરૂણતા એ છે કે તેમની દીકરીએ (હર્ષની માતાએ) બીજા લગ્ન કરી લીધા હોવાથી તે બમરોલી વિસ્તારમાં રહેતી હતી. છેલ્લા 10 વર્ષથી આ વૃદ્ધા જ હર્ષ અને તેની બહેનને ઉછેરી રહી હતી. જે નાનીએ માં બનીને દોહિત્રને મોટો કર્યો, જેણે તેને છત આપી અને જમાડ્યો, તે જ દોહિત્રએ માત્ર એક ટકોરના કારણે તેમની હત્યા કરી નાખી. પડોશીઓના જણાવ્યા મુજબ લીલાબેન સ્વભાવે થોડા કડક હતા પણ તે પૌત્રના ભવિષ્ય માટે જ બોલતા હતા. આરોપી હર્ષ પટેલની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ પુણા પોલીસે આરોપી હર્ષ પટેલની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે. વૃદ્ધાની દોહિત્રના હાથે જ હત્યા થવાના કારણે હાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ જલારામ મંદિરે 111 દીવડાની મહાઆરતી કરાઈ:નવા મંદિર પ્રસ્થાન પૂર્વે ભક્તોએ ધૂન-ભજન સાથે ઉજવણી કરી
    Next Article
    હિંમતનગરમાં બંધ પાર્લરના કેબીનમાં આગ લાગી:ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment