Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરમાં યુવતીની છેડતી કરી:ત્રાગડના ફ્લેટમાં યુવતીને કહ્યું તને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે, તારી ઈચ્છા હોય તો પૈસાનું બંડલ આપીશ કહી ખરાબ વર્તન કર્યું

    2 days ago

    અમદાવાદ શહેરના ત્રાગડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી. ફ્લેટમાં રહેતા વ્યક્તિના ઘરે રહેવા આવેલા યુવકે લિફ્ટમાં યુવતીને કહ્યું હતું કે તમને ટેટુ દોરાવાનો બહુ શોખ છે અને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. બાદમાં યુવકે ફ્લેટમાં ગેટ પાસે તેને ઊભી રાખી કોઈ છોકરી હોય તો મને શોધી આપ અને ગંદા ઇશારા કરી કહ્યું હતું કે કહીશ એટલા પૈસા આપીશ. જો તારી ઈચ્છા હોય તો તને પણ પૈસાનું બંડલ આપીશ એમ કહી ખરાબ વર્તન કર્યું હતું. આ બાબતે સોસાયટીના ચેરમેન સહિતના સભ્યોને વાત કરવામાં આવી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે છેડતી કરનાર યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સાબરમતી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ‘ફરિયાદી સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે’ શહેરના સાબરમતી વિસ્તારમાં 22 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને ત્રાગડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તેની મોટી બહેન સાથે સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. બંને બહેનો સવારના સમયે નોકરી પર જાય છે અને બપોરે પરત આવતી હોય છે. ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના ઘરે છેલ્લા દસ-બાર દિવસથી ધીરેન પટેલ નામનો વ્યક્તિ રહેવા માટે આવ્યો હતો. યુવતી બે દિવસ પહેલા ફ્લેટમાં સાતમા માળેથી નીચે લિફ્ટમાં ઉતરતી હતી ત્યારે ધીરેન પટેલ લિફ્ટમાં આવ્યો હતો અને લિફ્ટમાં હાથ પકડીને જાતિ વિશે બોલીને કહ્યું હતું કે તમને લોકોને ટેટુ દોરાવવાનો બહુ શોખ હોય છે. ‘કોઈ છોકરી તો મને ગોતી આપ’ યુવતીએ કહ્યું હતું કે બહુ શોખ હોય છે પણ તમારે અમારી જાતિ વિશે બોલવાનું નહીં તેમ કહીને લિફ્ટમાંથી નીકળીને જતી રહી હતી. બીજા દિવસે યુવતી સવારે નિયત સમય મુજબ સફાઈ કામ કરવા માટે ફ્લેટમાં આવી હતી ત્યારે બી બ્લોકના મકાનોમાંથી કચરો લઈ અને સોસાયટીના મુખ્ય ગેટ પાસે આવી હતી. ત્યારે ગેટ પાસે ધીરેન પટેલે બૂમ પાડીને ઉભી રાખી હતી. બાદમાં કહ્યું હતું કે કોઈ છોકરી તો મને ગોતી આપ જેથી યુવતીએ પૂછ્યું હતું કે તમારે શું કામ છે. ‘તારી ઈચ્છા હોય તો પૈસાનું બંડલ આપીશ કહી ખરાબ વર્તન કર્યું’ ધીરેન પટેલે ગંદા ઇશારા કરી કહ્યું કે આ માટે જરૂર છે, તું કહીશ એટલા પૈસા આપીશ અને ગંદી નજરથી જોઈને તારી ઈચ્છા હોય તો તને પણ પૈસાનું બંડલ આપીશ એમ કહી ખરાબ વર્તન કર્યું હતું. યુવતીએ ખરાબ વર્તન કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો તેમ જ જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. લોકો ભેગા થતા ધીરેન પટેલ ભાગી ગયો આ ઘટના બનતા યુવતીએ સુપરવાઇઝરને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારબાદ સોસાયટીના ચેરમેન અને જે વ્યક્તિના ફ્લેટમાં રહેવા આવ્યો હતો તે વ્યક્તિને પણ બોલાવવામાં આવ્યા હતા. જે તે સમયે ધીરેન પટેલ પણ ત્યાં હાજર હતો. બાદમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા ધીરેન પટેલ ત્યાંથી નાસી ગયો હતો. સોસાયટીના ચેરમેન દ્વારા પોલીસને બોલાવવામાં આવતા સાબરમતી પોલીસ ફ્લેટમાં પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ધીરેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સટ્ટા જગતનો બેતાજ બાદશાહ, અંતિમ ક્રિયામાં પોલીસ-રાજકારણીઓની લાઇન લાગી:ફિલ્મોમાં હોય તેવું ઘનશ્યામ ઢોલિયાનું કેરેક્ટર, લતીફ સાથે દુશ્મની અને મટકા કિંગ બનવાની કહાની
    Next Article
    ED searches continue in Mohali: Prominent businessmen Nitin Gohal, Pritpal Singh Dhindsa under scanner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment