Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સટ્ટા જગતનો બેતાજ બાદશાહ, અંતિમ ક્રિયામાં પોલીસ-રાજકારણીઓની લાઇન લાગી:ફિલ્મોમાં હોય તેવું ઘનશ્યામ ઢોલિયાનું કેરેક્ટર, લતીફ સાથે દુશ્મની અને મટકા કિંગ બનવાની કહાની

    14 hours ago

    બુધવારે રાત્રે 8 વાગ્યા આસપાસ અમદાવાદના થલતેજના સ્મશાનમાં લોકોનું ટોળું જમા થયેલું હતું. જેમાં સામાન્ય માણસો ઉપરાંત કેટલાક પોલીસ અધિકારીઓ, રાજકીય હસ્તીઓ ઉપરાંત સટ્ટા સાથે સંકળાયેલા લોકો પણ હાજર હતા. એ બધા એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. એ વ્યક્તિએ ભારતના સટ્ટા કિંગ રતન ખત્રીનો ધંધો ઓવરટેક કર્યો હતો. નામ એનું ઘનશ્યામ ઢોલિયો ઉર્ફે ઘનશ્યામ ઢોલી ઉર્ફે ઘનશ્યામ પ્રમોદકુમાર પટેલ. 2 વર્ષ પહેલાં ઘનશ્યામની તબિયત ખરાબ થઇ હતી. તેણે સ્ટેન્ટ નખાવેલું હતું. ડૉક્ટરે તેને સિગરેટ પીવાની મનાઇ કરી હતી તેમ છતાં છેક સુધી તેણે સિગરેટ છોડી નહોતી. બુધવારે તેને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. તેના મોત બાદ એવી ચર્ચા પણ ચાલી હતી કે મૃતદેહને દરિયાપુર લવાશે પણ લવાયો નહોતો. ઘનશ્યામની સામાન્ય છોકરામાંથી સટ્ટા કિંગ બનવાની ગુનાહિત સફર જાણવા જેવી છે. લતીફ સાથે પડેલો પનારો અને સટ્ટાની દુનિયાના બેતાજ બાદશાહને તેણે આપેલી મ્હાતના કિસ્સાઓ પણ ઘણા રોચક છે. આ રીતે રખડું છોકરામાંથી સટ્ટા કિંગ બન્યો ઘનશ્યામ ઢોલિયો દરરોજ રાત્રે 9 વાગ્યે અને 12 વાગ્યે આંકડા કાઢતો હતો. જે આખા ભારત અને અન્ય જગ્યાએ પણ ચાલતા હતા. તેણે કાઢેલા આંકડા પર અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હતો. જેના આંકડાથી અબજો રૂપિયા આમથી તેમ ફરતા હતા તે ઘનશ્યામ ઢોલિયો પોતે અમદાવાદના એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. જાણવા મળ્યા અનુસાર એક જ્યોતિષની સલાહથી રખડપટ્ટી કરતો ઢોલિયો મોટો સટ્ટા કિંગ બની ગયો હતો. જ્યોતિષને કુંડળી બતાવી દરિયાપુરમાં રહેતા પ્રમોદકુમાર પટેલ કાગળના ટેગ બનાવવાનું કામ કરતાં અને પત્ની તેમજ 3 સંતાનો સાથે રહેતા હતા. 2 ભાઇ અને એક બહેનમાં ઘનશ્યામ સૌથી મોટો દીકરો હતો. નાનપણથી બધા તેને ઢોલિયો કહેતા. આગળ જતાં એ જ તેનું નામ પડી ગયું. શાળાનું ભણતર જેમ તેમ પસાર કર્યું બાદમાં તે રખડતો હતો. એ પછી દરિયાપુરમાં જ તેની નજીક રહેતા એક જ્યોતિષને તેણે પોતાની કુંડળી બતાવી હતી. તેણે જ્યોતિષને પૂછ્યું હતું- મારું શું થશે? શું કરું? કંઇ સમજ નથી પડતી. જ્યોતિષે કહ્યું- દસમે રાહુ કેતુનો યોગ છે. સટ્ટા-જુગારમાં તું ચાલીશ. આટલું સાંભળતા જ ઘનશ્યામે સટ્ટાના ધંધામાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. જૂના અમદાવાદમાં એટલે કે સિટી વિસ્તારમાં પહેલાં ધમાલ ઘણી થતી રહેતી. એ સમયે આંકડા પાનાં રમનાર શ્રમિક વર્ગના લોકો ઘણા હતા. ત્યારે કડવા પોળમાં જશુ પટેલ નામની વ્યક્તિ હતી. તેના દીકરાનું નામ સંદીપ હતું. ઘનશ્યામ આ બન્ને પાસેથી સટ્ટો ભરવાનું શીખ્યો હતો. એ પછી ધીમે ધીમે આગળ વધતો ગયો. એ જમાનામાં આખા ગુજરાતમાં જયસિંઘ ઘાંચીનું નામ ગૂંજતું હતું. ઘરેથી સટ્ટો ચલાવ્યો દરિયાપુરમાં જ ઘનશ્યામે સટ્ટાનું પહેલું સ્ટેન્ડ શરૂ કર્યું. એ જામી ગયા બાદ પોતાના ઘરેથી જ ઝન્ના મન્ના, માંગ પત્તું અને હાજર વર્લી જેવા સટ્ટા અને જુગાર ચલાવતો હતો. લતીફના સામ્રાજ્યને પડકાર ફેંક્યો આ સમયે દરિયાપુરમાં લતીફનું પણ સામ્રાજ્ય ફેલાયેલું હતું. તે કોઇના કાબૂમાં નહોતો. તેના અમૂક હરીફોને લતીફ સામે એકાદ શખસ ઊભો કરવો જરૂરી લાગ્યો. જેથી જ્યારે પણ ઢોલિયાને ત્યાં પોલીસની કોઇ કાર્યવાહી થતી ત્યારે કેટલાક લોકોને કારણે તે બચી જતો. ધીરે ધીરે તેનું કદ વધતું ગયું. ક્યારેક સટ્ટાના રૂપિયા ચૂકવવા માટે તેની પાસે રૂપિયા ન હોય તો પણ અમૂક લોકો તેને મદદ કરતા હતા. બાદમાં તેણે કાલુપુરમાં પણ પોતાનો ધંધો શરૂ કર્યો. મુંબઇથી આવેલા શૂટર્સે લતીફની રેકી કરી હતી 90ના દાયકામાં મુંબઇથી 3 શૂટર્સ લતીફને મારવા આવ્યા હતા ત્યારે ઘનશ્યામે આ શૂટર્સને આશરો આપ્યો હતો. આ શૂટર્સને અમદાવાદ લાવવામાં બહેરામપુરાની મરાઠી ગેંગનો પણ હાથ હતો. શૂટર્સ દરિયાપુરમાં રહીને લતીફની રેકી કરતા હતા. પોપટિયાવાડમાં જઇને નમાઝ પણ પઢીને આવ્યા હતા. તેમણે શુક્રવારે લતીફને મારવાનો પ્લાન બનાવી લીધો હતો. આ દરમિયાન એકવાર ગોમતીપુરમાં કોઇ સ્ત્રી સાથે હતા ત્યારે સ્ત્રીએ તે શૂટરમાંથી એકને પૂછ્યું હતું કે તમે અહીંયા કેમ આવ્યા છો? એ શૂટર ઓવર કોન્ફિડન્સમાં બોલી ગયો કે અમે તો લતીફને મારવા આવ્યા છીએ. એ સ્ત્રીએ આ વાત લતીફ સુધી પહોંચાડી દીધી. જેથી તે ધૂંઆપૂંઆ થઇ ગયો અને શૂટર્સની ભાળ મેળવવામાં લાગી ગયો. જ્યારે તેને ખબર પડી કે આ શૂટર્સને ઘનશ્યામ ઢોલિયાએ આશરો આપ્યો છે ત્યારે લતીફે ઘનશ્યામનું અપહરણ કરી લીધું હતું. લતીફે અડ્ડા પર શૂટઆઉટ કરાવ્યું ઘનશ્યામે લતીફને બધી હકીકત કહી દેતાં લતીફે તેના અડ્ડા પર ફાયરિંગ કરાવ્યું હતું. જેમાં એક શૂટરનું મોત થયું હતું. આ શૂટઆઉટ બાદ પોલીસે હંસરાજ ત્રિવેદીની પૂછપરછ કરી હતી. ઘનશ્યામ ફરી જ્યોતિષના શરણે પહોંચ્યો એક દિવસ ઘનશ્યામે ફરી એ જ્યોતિષને પૂછ્યું કે મારા નસીબમાં ગાડી છે કે નહીં? જ્યોતિષે કહ્યું, હા છે. 'તો ક્યારે આવશે?' 'બહુ જલ્દી.' જ્યોતિષ સાથેની આ મુલાકાત બાદ થોડા દિવસોમાં જ દિવાળી આવતી હતી. એ પહેલા ઢોલિયો 2379 નંબરની કાર લઇ આવ્યો હતો. મુંબઇમાં થયેલી એક મુલાકાત માઇલ સ્ટોન બની ઢોલિયાનું મોટું થવાનું બીજું એક કારણ એ પણ હતું કે એ સમયે તેના કોઇ હરીફ નહોતા. દરમિયાન એની ઓળખાણ દિપક નાયડુ નામના વ્યક્તિ સાથે થઇ. જેણે તેની મુલાકાત મુંબઇના પપ્પુ સાવલા સાથે કરાવી. પપ્પુ સાવલા રતન ખત્રીનો માણસ હતો. રતન ખત્રી એટલે ભારતનો મોટો સટ્ટા કિંગ. પપ્પુ સાથેની આ મુલાકાત તેની માટે માઇલ સ્ટોન સમાન હતી. પપ્પુ સાવલાએ ઢોલિયાને મોટો બનવામાં મદદ કરી. એ દરમિયાન પપ્પુ સાવલા પર મકોકા લાગુ થતાં તે જેલમાં ગયો એટલે તેણે કેટલાક સમય માટે પોતાનો સટ્ટાનો ધંધો ચલાવવા માટે ઘનશ્યામને આપ્યો હતો. પપ્પુ સાવલાને સટ્ટાનો ધંધો પાછો ન આપ્યો ઘનશ્યામનો હાથ ઓલરેડી સટ્ટામાં બેસી ગયો હતો. આ તક મળતા જ તેની ક્ષિતિજો ઘણી વધી ગઇ હતી. કેટલાક સમય બાદ પપ્પુએ પોતાનો ધંધો પરત માંગ્યો. જો કે ઘનશ્યામે તેને ધંધો પરત કર્યો ન હતો. એ પછી કલ્યાણ ભગતના સટ્ટાનો ધંધો પણ ઘનશ્યામના હાથમાં આવ્યો હતો. પપ્પુ અને કલ્યાણની પત્ની સાથે રહીને ઘનશ્યામની સામે લડતા હતા પણ પછી કલ્યાણ ભગતની પત્નીએ સમાધાન કરી લીધું હતું. રતનના બધા આંકડા પણ ઘનશ્યામ જ ખોલતો હતો. આખી સિસ્ટમ સેટ કરવા છતાં જ્યારે તેને ખતરો લાગે તો તે અમદાવાદ છોડી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, નેપાળ કે દુબઇ ભાગી જતો અને ત્યાંથી આંકડા ખોલતો હતો. સૂત્રો કહે છે કે રતન ખત્રીના નામે ઘનશ્યામ જ ધંધો ચલાવતો હતો. આખા ઇન્ડિયામાં પકડ આવી ગયા પછી તેણે ધંધો પાછો આપ્યો નહોતો. નેપાળમાં કેસીનો, ઓસ્ટ્રેલિયામાં હોટલ એક સમયે ઘનશ્યામે રિલીફ રોડ પર આવેલા આજના મૂર્તિમંત કોમ્પ્લેક્સના 3 માળ ભાડે રાખ્યા હતા. જેમાં જેક્સન જીમખાનાના નામે જુગાર-સટ્ટો ચલાવતો હતો. તેણે નેપાળમાં એક કેસીનો પણ ખરીધ્યું હતું. નેપાળમાં ભૂકંપ આવ્યો એ સમયે તેનો કેસીનો પડી ગયો હતો પરંતુ એ પોતે બચી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ તેણે એક હોટલ રાખી હતી. દીકરીને તેડેલી જોઇ શૂટરે ઘનશ્યામની હત્યા ન કરી એક વખત બીજા કોઇ ઘનશ્યામ પટેલના બદલામાં ભૂલથી આ ઘનશ્યામ ઢોલિયાની સોપારી આપી દીધી હતી. શૂટર તેને મારવા પણ આવ્યા હતા પણ ઘનશ્યામના હાથમાં તેની નાની દીકરીને તેડેલી જોઇને પાછા વળી ગયા હતા. જ્યારે શૂટરને પૂછાયું કે ઘનશ્યામને કેમ માર્યો નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે ઉનકે સાથ બેટી હૈ. કલ મારેંગે. જો કે ઘનશ્યામની હત્યા થાય તે પહેલાં જ ATSએ આ શૂટર્સને પકડી લીધા હતા. ઘનશ્યામના આ ધંધામાં તેનો ભાગીદાર હતો ચંદુ ડીસા ઉર્ફે ચંદુ ઠક્કર. એમ કહેવાય છે કે બાદમાં જોડાયા છતાં આ ધંધામાં ચંદુનું મગજ હતું જ્યારે ઘનશ્યામની હિંમત. બંને સાથે મળીને કામ કરતાં હતા. તોફાનો સમયે રોજ 5 લાખનો સામાન રાહત દરે વહેંચતો ઘનશ્યામ ઢોલિયા વિશે એવું કહેવાય છે કે 1985માં થયેલા તોફાનમાં તે રોજ 5 લાખ રૂપિયાનો જીવન જરૂરી સામાન રાહત દરે લોકોમાં વહેંચતો હતો. તે જીવ્યો ત્યાં સુધી ચોપડાં વિતરણ પણ કરતો હતો. કાંટા લગા ગીત રિલીઝ થયા બાદ રાતોરાત સ્ટાર બનેલી શેફાલી જરીવાલાને ઘનશ્યામે પોતાના બર્થ ડે પર દરિયાપુર બોલાવી હતી. કેટલાક લોકો એવું પણ કહે છે કે ઘનશ્યામ ઢોલિયા સાથે જેણે કામ કર્યું હોય તેને એ ઘણું સાચવતો. સટ્ટા કિંગ ઘનશ્યામે તો આ દુનિયામાંથી વિદાય લઇ લીધી છે પણ હવે તેનું સામ્રાજ્ય કોણ સંભાળશે તે નક્કી નથી.
    Click here to Read More
    Previous Article
    The surprising history of May
    Next Article
    જાહેરમાં યુવતીની છેડતી કરી:ત્રાગડના ફ્લેટમાં યુવતીને કહ્યું તને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે, તારી ઈચ્છા હોય તો પૈસાનું બંડલ આપીશ કહી ખરાબ વર્તન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment