Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાદર પોલીસે ગુમ દીકરીનું પુન:‎મિલન કરાવ્યું:ગુમ દીકરીનું પરિવારથી પુન: મિલન

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ઝૂંબેશ ચલાવાઇ રહી છે. આ અભિયાન હેઠળ જાદર પોલીસે માનવીય સંવેદના અને ટેકનિકલ કુશળતાનો સમન્વય કરી ઘરેથી નીકળી ગયેલી એક દીકરીને ગણતરીના કલાકોમાં શોધીને પિતા સાથે મિલાપ કરાવ્યો છે. ઇશ્વરભાઈ નાયકાએ જાદર પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરી હતી કે તેમની દીકરી સુરેખાબેન કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક જતી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દીકરીને શોધવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ લોકેશનના આધારે જાણવા મળ્યું હતું કે દીકરી પ્રાંતિજ ખાતે છે. પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક પ્રાંતિજ પહોંચી હતી અને સુરેખાબેનને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે પિતાએ કામકાજ બાબતે ઠપકો આપતાં તેને મનમાં લાગી આવવાથી ઘરેથી નીકળી ગઈ હતી. જાદર પોલીસે દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને તેના પિતાને સોંપી હતી. માત્ર ગણતરીના કલાકોમાં જ દીકરી પરત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જાદર પોલીસે ગુમ દીકરીનું પુન: મિલન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાને અપાયો ત્રાસ:મોડાસાની પરિણીતાને સિવિલ એન્જિનિયર પતિ સહિતનો ત્રાસ
    Next Article
    West Bengal Government Formation LIVE: BJP Prepares To Take Oath Tomorrow

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment