Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની ટાંકી બની જોખમી:હિંમતનગરના ભોલેશ્વરમાં જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઇ જવાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

    1 day ago

    હિંમતનગરના ભોલેશ્વરમાં જર્જરિત ટાંકી ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ હોવાથી સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા છે. ઓવરહેડ ટાંકીનો વીડિયો વાયરલ થયા બાદ પાલિકા તંત્ર દોડી આવ્યું હતું અને અગાઉ ત્રણ-ચાર દિવસમાં ટાંકી ઉતારી લેવામાં આવનાર હોવાની હૈયાધારણાં આપી હતી. ટાંકીના મુખ્ય કોંક્રિટ પિલ્લરો અને ઉપરના ભાગે પોપડા ઉખડી ગયા છે તો ક્યાંક બાકોરા પણ પડી ગયા છે. પિલ્લર ઉપર ઊંડી તિરાડો જોવા મળી રહી છે. પાલિકા પાણી પુરવઠા વિભાગના વડા અશ્વિનભાઈ જેશીએ જણાવ્યું કે આ ટાંકીમાં પાણી નાખવામાં આવતું નથી. ટાંકીને ઉતારવા ટેન્ડરીંગ થઈ ગયું છે જેથી મુખ્ય લાઈનો નીકળતી હોવાથી સાવચેતીથી ટાંકી ઉતારવી પડે તેમ છે એજન્સી સાથે વાતચીત થઈ ગઈ છે ત્રણ-ચાર દિવસમાં ટાંકી ઉતારી લેવાશે. હાલમાં બાજુમાં બનાવેલ બીજી ટાંકીથી પાણી વિતરણ કરાય છે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu HSE +2 result 2026 today for over 8 lakh students
    Next Article
    ચોરીનો મામલો આવ્યો સામે:પ્રાંતિજમાં પોગલુમાં ઘરનું તાળું તોડી 1.10 લાખની મત્તાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment