Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનનો આરોપ- અમેરિકાએ સીઝફાયર તોડ્યું:ઓમાનની ખાડીમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા

    2 days ago

    ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાને કહ્યું કે અમેરિકી સેનાએ ઓમાનની ખાડીમાં ઈરાની તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે. આ પછી ઈરાને કોઈપણ ખચકાટ વિના જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાની સરકારી મીડિયા પ્રેસ TV મુજબ, ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ જણાવ્યું કે આક્રમક, આતંકવાદી અને ચાંચિયાગીરી કરતી અમેરિકી સેનાએ જાસ્ક પાસે ઈરાની દરિયાઈ વિસ્તારમાંથી હોર્મુઝ સ્ટ્રેટ (જલડમરુમધ્ય) તરફ જઈ રહેલા એક તેલ ટેન્કરને નિશાન બનાવ્યું. સાથે જ ફુજૈરાહ બંદર પાસે જલડમરુમધ્યમાં પ્રવેશ કરી રહેલા બીજા જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો. પ્રવક્તાનો દાવો છે કે કેટલાક પ્રાદેશિક દેશોના સહયોગથી બંદર ખામીર, સિરિક અને કેશ્મ ટાપુના દરિયાકાંઠાના નાગરિક વિસ્તારો પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, આ હુમલાઓમાં થયેલા નુકસાન કે જાનહાનિની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… અમેરિકા-ઈરાન સમજૂતી આગળ વધી: અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દાઓ વાળો સમજૂતી કરાર (MOU) તૈયાર છે. જોકે હજુ તે ફાઈનલ થયો નથી, પરંતુ વાતચીત અગાઉ કરતા વધુ આગળ વધી ચૂકી છે. અમેરિકાએ UNSCમાં પ્રસ્તાવ રજૂ કર્યો: અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવા માટે UNSCમાં નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ ઈરાને સભ્ય દેશોને આ પ્રસ્તાવ ફગાવી દેવાની અપીલ કરી છે. ચીન-ઈરાન વચ્ચે બેઠક: ચીન અને ઈરાન વચ્ચે બેઇજિંગમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. ચીને યુદ્ધ તાત્કાલિક રોકવાની વાત કરી અને ઈરાનને સમર્થનનો ભરોસો આપ્યો. બીજી તરફ ઈરાન ઈચ્છે છે કે ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન બેઇજિંગ અમેરિકાના દબાણમાં એવો કોઈ નિર્ણય ન લે જેનાથી તેહરાનને નુકસાન થાય. ટ્રમ્પ બોલ્યા- સ્થિતિ કંટ્રોલમાં છે: ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનની નૌકાદળ, વાયુસેના, મિસાઈલ સિસ્ટમ અને રડાર નેટવર્કને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે સ્થિતિ અમારા નિયંત્રણમાં છે અને જો સમજૂતી નહીં થાય તો અમેરિકા અગાઉ કરતા મોટા હુમલા કરશે. હોર્મુઝમાં ફ્રેન્ચ જહાજ પર હુમલો: ફ્રાન્સની શિપિંગ કંપની CMA CGM એ જણાવ્યું કે તેના એક કાર્ગો જહાજ પર મિસાઈલ અથવા ડ્રોનથી હુમલો થયો, જેમાં કેટલાક ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    West Bengal WBBSE Madhyamik Result 2026 Live Updates: WB result today at wbresults.nic.in
    Next Article
    ધાર્મિક યાત્રાના નામે ઠગાઈ:કથામાં મફત લઈ જવાની લાલચે 140 શ્રદ્ધાળુઓ સાથે 7 લાખની છેતરપિંડી લોકોએ સિદ્ધપુરના યુવકને પકડ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment