Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ રેલ્વે પોલીસે 'મિશન મિલાપ' હેઠળ યુવતીને શોધી:ઘરેથી નીકળી ગયેલી યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    11 hours ago

    વલસાડ રેલ્વે પોલીસે 'મિશન મિલાપ' અંતર્ગત ઘરેથી નીકળી ગયેલી 18 વર્ષીય યુવતીને તેના પરિવાર સાથે ફરીથી ભેળવી દીધી છે. યુવતીને બિલીમોરા રેલ્વે સ્ટેશન પરથી શોધી કાઢવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 મે, 2026ના રોજ વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુબેન રતિલાલ બિલીમોરા રેલ્વે સ્ટેશન પર ફરજ પર હતા. તેમને ટ્રેન નંબર 19016 સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એ.સી. કોચમાં એક યુવતી ટિકિટ વગર મુસાફરી કરી રહી હોવાની અને રડી રહી હોવાની જાણ થઈ હતી. ટ્રેન બપોરે 14:30 કલાકે બિલીમોરા સ્ટેશન પર પહોંચતા પોલીસ ટીમે યુવતીને કોચમાંથી ઉતારી પોલીસ ચોકીએ લાવી પૂછપરછ કરી હતી. યુવતીએ જણાવ્યું કે તે મરી જવાની વાતો કરી રહી હતી. પૂછપરછમાં યુવતીએ જણાવ્યું કે તે મૂળ ઉત્તર પ્રદેશના સંતકબીર નગર જિલ્લાની વતની છે. તેની માતાનું દસ વર્ષ પહેલા અવસાન થયું છે અને પિતાને દારૂ પીવાની ટેવ છે. છેલ્લા બે વર્ષથી તે સુરતના સચીન વિસ્તારમાં તેના મોટા કાકા શ્રીકાંત પાંડેના ઘરે રહેતી હતી. યુવતીએ કહ્યું કે તે કોઈ કામધંધો કરતી ન હોવાથી પરિવાર પર બોજ બનવા માંગતી ન હતી. તે વૃંદાવન આશ્રમમાં રહેવા જવાના ઈરાદે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. તેણે સ્પષ્ટ કર્યું કે તેના કાકા-કાકી તરફથી તેને કોઈ હેરાનગતિ ન હતી. વલસાડ રેલ્વે પોલીસે યુવતીના ભાઈ સુજિત અને કાકા શ્રીકાંત પાંડેનો સંપર્ક કર્યો હતો. તેમને બિલીમોરા આઉટ પોસ્ટ ખાતે બોલાવી યુવતીનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બે વ્યક્તિઓ પર ધોળે દિવસે હુમલા મામલે નોંધાયા ફરિયાદ:નરસિંહ મહેતા તળાવ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ કાર આંતરી યુવકને પાઈપથી હુમલો કરવા મામલે નોંધાય ફરીયાદ. સોશિયલ મીડિયા અને અરજીનો ખાર રાખ્યાની શંકા
    Next Article
    સુરતનું સ્માર્ટ ટ્રાફિક મોડેલ હવે પિંક સિટી જયપુરમાં છવાશે:હાઈ-ટેક કંટ્રોલ રૂમ અને ITMS સિસ્ટમથી રાજસ્થાનનું ડેલીગેશન અભિભૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment