Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતનું સ્માર્ટ ટ્રાફિક મોડેલ હવે પિંક સિટી જયપુરમાં છવાશે:હાઈ-ટેક કંટ્રોલ રૂમ અને ITMS સિસ્ટમથી રાજસ્થાનનું ડેલીગેશન અભિભૂત

    10 hours ago

    સ્માર્ટ સિટી મિશનમાં મોખરે રહેલું સુરત શહેર હવે અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બની રહ્યું છે. તાજેતરમાં રાજસ્થાનના પાટનગર જયપુરથી આવેલા એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશને સુરતની મુલાકાત લીધી હતી. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ‘ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS) ની સફળતા જોઈને જયપુરના અધિકારીઓએ આ જ મોડેલને પોતાના શહેરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે. એક્સપોઝર વિઝિટમાં જયપુરના ડેવલપમેન્ટ કમિશનર, જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગના 6 જેટલા વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના ટ્રાફિક મેનેજમેન્ટમાં વપરાતી આધુનિક ટેકનોલોજીને સમજવાનો અને તેના અમલીકરણના પાસાઓનો અભ્યાસ કરવાનો હતો. વાહન ટ્રાફિક નિયમનો ભંગ કરે તો જાતે જ ઈ-ચલણ જનરેટ થાય સુરત શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે પાલિકા અને પોલીસ દ્વારા ભટાર રોડ પર આધુનિક 'ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' (ICCC) કાર્યરત કરવામાં આવ્યું છે. જયપુરના અધિકારીઓએ અહીં સુરતના મુખ્ય જંક્શનો પર લાગેલા ANPR કેમેરા વાહનની નંબર પ્લેટને આપમેળે સ્કેન કરી લે છે. જો કોઈ વાહન ટ્રાફિક નિયમનો ભંગ કરે, તો આ સિસ્ટમ દ્વારા આપોઆપ ઈ-ચલણ જનરેટ થાય છે. આ ટેકનોલોજીથી માનવીય હસ્તક્ષેપ ઘટ્યો છે અને પારદર્શિતા વધી છે. શહેરના કયા વિસ્તારમાં કેટલો ટ્રાફિક છે, તેનું લાઈવ મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં બેસીને કરી શકાય છે. જો કોઈ વિસ્તારમાં વાહનોની લાંબી કતાર લાગે, તો કંટ્રોલ રૂમથી જ સિગ્નલના સમયમાં ફેરફાર કરી ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે. જયપુરના ડેલીગેશનને જે બાબતે સૌથી વધુ પ્રભાવિત કર્યા તે સુરતની ‘ગ્રીન કોરિડોર’ વ્યવસ્થા છે. જ્યારે કોઈ એમ્બ્યુલન્સ ગંભીર દર્દી કે અંગદાન (Organ Donation) માટે નીકળે છે, ત્યારે હાઇ-ટેક સિગ્નલ મોનિટરિંગ મારફતે જે-તે રૂટના તમામ સિગ્નલ આપોઆપ ગ્રીન કરી દેવામાં આવે છે, જેથી કિંમતી સમય બચાવી શકાય. સુરતનું આ મોડેલ તમામ મેટ્રો શહેરો માટે ઉદાહરણ મુલાકાત દરમિયાન સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી.ડી. પટેલ, ઇન્ચાર્જ આઇટી ડિરેક્ટર જિગર પટેલ અને સિટી એન્જિનિયર સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ દ્વારા ટેકનિકલ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ સમજાવ્યું હતું કે કેવી રીતે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ભવિષ્યના ટ્રાફિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. બપોરના સત્રમાં ડેલીગેશને અઠવાલાઇન્સ સ્થિત સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી. અહીં ટ્રાફિક સર્કલના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલે સીસીટીવી મોનિટરિંગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની પદ્ધતિ સમજાવી હતી. મુલાકાતના અંતે જયપુરના ડેવલપમેન્ટ કમિશનરે જણાવ્યું હતું કે, “સુરતનું આ મોડેલ માત્ર ગુજરાત જ નહીં પણ દેશના તમામ મેટ્રો શહેરો માટે ઉદાહરણરૂપ છે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેનું જે સંકલન અમે અહીં જોયું છે, તે અદભૂત છે. અમે જયપુરમાં પણ આ પ્રકારની ANPR સિસ્ટમ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ લાગુ કરવા માટે આતુર છીએ.”
    Click here to Read More
    Previous Article
    વલસાડ રેલ્વે પોલીસે 'મિશન મિલાપ' હેઠળ યુવતીને શોધી:ઘરેથી નીકળી ગયેલી યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    Next Article
    Congress Party News | કોંગ્રેસને કોંગ્રેસના જ નેતા હરાવે છે? | Gujarat | Politics | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment