Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત:'તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે?' કહીં ચાંચડીયા ગામેં યુવક પર બે શખ્સોએ કર્યો હુમલો

    8 hours ago

    રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે એક અજાણ્યા પુરુષનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી દરમિયાન અજાણ્યો યુવક રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગેની જાણ થતાં જ 108ના EMTએ તપાસ કરી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર રેલ્વે આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.આઈ. હર્ષદભાઈ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અંગે એન્ટ્રી નોંધી પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 'તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે?' કહીં કર્યો હુમલો ગત તારીખ 05.05.2026ના રોજ બપોરના આશરે 12.30 વાગ્યા આસપાસ ફરિયાદી કાનજીભાઈ પોતાના કામ પરથી ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે ચાંચડીયા ગામના ચોરા પાસે આરોપી અનિલભાઇએ ફરિયાદીનો મોબાઈલ ચેક કર્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાઈને લાકડી વડે હાથ-પગના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન મયુરભાઇએ પણ પ્લાસ્ટિકની પાઈપ (નળી) વડે ફરિયાદીના વાસાના ભાગે ફટકા માર્યા હતા. હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. હુમલા બાદ ઈજાગ્રસ્ત કાનજીભાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી અને ત્યારબાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે 25.96 લાખનો દારૂ સહિત 43.06 લાખનો મુદામાલ કબ્જે કર્યો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમદાવાદ તરફથી એક દારૂ ભરેલ ટ્રક રાજકોટ તરફ આવે છે તેવી બાતમીના આધારે ટીમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામે વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ટ્રક નં. એચઆર.47.એફ.9925ને અટકાવી ડ્રાઈવરની અટકાયત કરી નામ પૂછતા પોતાનું નામ સંજીવકુમાર ઉર્ફે સોનુ અજીતસિંહ યાદવ (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રકમાંથી રૂ.25.96 લાખની કિંમતની કુલ 2364 બોટલ દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.41.06 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. પકડાયેલ શખસને હરિયાણામાં લક્ષ્ય રણવીરસિંગએ ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને આ ટ્રક લઈ તે રાજકોટ પહોંચે ત્યારે વોટ્સએપ કોલ કરવાનું કહ્યું હતું, જે બાદ આગળ ક્યાં સપ્લાય કરવાનો તે અંગે જણાવવાનો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી સપ્લાયર હરિયાણાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:ધન રાશિના લોકોના ધંધાનો વિસ્તાર થશે, કુંભ રાશિના જાતકોના ફસાયેલા પૈસા પરત મળશે
    Next Article
    Israeli Attack Kills Son Of Hamas Chief In Talks With Trump-Led Board

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment