Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:ધન રાશિના લોકોના ધંધાનો વિસ્તાર થશે, કુંભ રાશિના જાતકોના ફસાયેલા પૈસા પરત મળશે

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 08 મે 2026, શુક્રવારના રોજ વૈશાખ વદ સાતમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સવારે 10:58થી 12:36 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનથી આજે તમારી કોઈ મહત્વપૂર્ણ સમસ્યા ઉકેલાવાની છે. માનસિક અને આત્મિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. ફક્ત પોતાના પર વધારે કાર્યભાર લેવાથી બચો, કારણ કે જો તમે પોતાનો વિકાસ કરવા માંગો છો તો તમારામાં થોડો સ્વાર્થ લાવવો પણ જરૂરી છે. નાણાકીય યોજનાઓને પણ કાર્યરૂપ આપવાનો આ યોગ્ય સમય છે. નેગેટિવ- કેટલીક વિપરીત પરિસ્થિતિઓ પણ બનશે. પડોશીઓ સાથે કોઈ બાબતને લઈને વાદ-વિવાદ થઈ શકે છે, પરંતુ જરાક સાવધાની અને સૂઝબૂઝ દ્વારા પરિસ્થિતિઓ સંભાળી લેવાશે. બાળકોની સંગત અને ગતિવિધિઓ પર નજર રાખો તથા તેમનું માર્ગદર્શન કરતા રહો. વ્યવસાય- વ્યાવસાયિક સ્થળ પર કંઈક ને કંઈક પડકારો રહેશે અને કાર્યભાર પણ વધશે. તમારા સહયોગીઓ અને કર્મચારીઓ સાથે મધુર સંબંધ બનાવીને રાખો. યુવાઓને પોતાના કરિયર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત લોકો પોતાના ટાર્ગેટને લઈને તણાવમાં રહેશે. લવ- પરિવારમાં વ્યવસ્થિત માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી જલ્દી જ વિવાહમાં પરિણમવાના અવસરો બનશે. સ્વાસ્થ્ય- અતિશય ભાગદોડને કારણે થાક અને માથાનો દુખાવો રહેશે. યોગ્ય આરામ લો તથા મનગમતી પ્રવૃત્તિઓમાં થોડો સમય જરૂર પસાર કરો. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમે ખુદને સકારાત્મક ઊર્જાથી ભરપૂર અનુભવશો. કોઈ પ્રિયજન તરફથી ભેટ પણ મળી શકે છે. પરિવારના કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ તમારી ભાગીદારી રહેશે. બાળકોથી સંબંધિત કોઈ સમસ્યાનો પણ ઉકેલ મળવાથી રાહત અનુભવશો. નેગેટિવ- પોતાની ઉપલબ્ધિઓના વખાણ બીજાની સામે વધારે ન કરો, નહીંતર કોઈ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. અચાનક જ કંઈક એવો ખર્ચ સામે આવી શકે છે કે જેમાં કાપ મૂકવો સંભવ નહીં હોય. આ સમયે ધીરજ રાખવી જ ઉચિત છે. વ્યવસાય- ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સારા લાભના અવસરો બની રહ્યા છે. કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદોનું તમારી મધ્યસ્થતાથી નિવારણ થશે. મીડિયા કે ફોન દ્વારા કોઈ મોટો ઓર્ડર મળી શકે છે, તેથી પ્રયત્નશીલ રહો. કોઈ ઓફિશિયલ યાત્રાનો ઓર્ડર મળી શકે છે. લવ- મિત્રો સાથે મેળાપ થશે અને મન પ્રફુલ્લિત તથા સુકૂનભર્યું રહેશે. લવ પાર્ટનર સાથે મુલાકાતનો અવસર મળશે. સ્વાસ્થ્ય- ઘૂંટણ તથા સાંધાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે વ્યાયામ ખૂબ જરૂરી છે. સંધિવાની સમસ્યામાં દવા અને માલિશની અનદેખી ન કરો. લકી કલર- લાલ લકી નંબર- 4 પોઝિટિવ- આજે કોઈ કાર્યને લઈને જબરદસ્ત મહેનત કરવી પડશે અને સફળતા પણ સુનિશ્ચિત છે. કેટલીક જૂની ગેરસમજો દૂર થશે તથા પરસ્પર સંબંધોમાં પણ મધુરતા આવશે. બાળકોની સમસ્યાઓને સાંભળવી અને તેમનો ઉકેલ લાવવો તેમના મનોબળને વધુ વધારશે. નેગેટિવ- કોઈ પણ નવા માહોલમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવાને બદલે તે માહોલમાં ઢળવાનો પ્રયાસ કરો. કોઈ પણ પ્રકારના નવા રોકાણને હાલ પૂરતું ટાળી દો. નુકસાન થઈ શકે છે. ભાઈઓ સાથે ચાલી રહેલા કોઈ સંપત્તિ કે વહેંચણી સંબંધિત વિવાદને કોઈની મધ્યસ્થતાથી ઉકેલો, ચોક્કસપણે તમારી સમસ્યા દૂર થશે. વ્યવસાય- કારોબારમાં નવા કરાર પ્રાપ્ત થશે અને કોઈ ઓફિશિયલ યાત્રા પણ સંભવ છે. કાર્યક્ષેત્રમાં નવા-નવા પ્રયોગો કરવા આર્થિક લાભ અને નફાનું કારણ બનશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે કરવામાં આવેલી અરજી સફળ થવાની પૂરેપૂરી આશા છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ વ્યક્તિની દખલગીરીથી અલગ થવાની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક થાક રહેશે. તમારી વિચારધારા સ્વસ્થ રાખો અને યોગ્ય આરામ પણ લો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- દિવસ ઊર્જાથી પરિપૂર્ણ રહેશે. નવી જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર રહો, તમને આનાથી ફાયદો જ થવાનો છે. કોઈ પ્રોજેક્ટ પર રોકાણ કરવા માટે પણ પરિસ્થિતિ પક્ષમાં બનેલી છે. જેના કારણે આર્થિક સ્થિતિ પણ વધુ બહેતર થશે. નેગેટિવ- ઘરમાં યોગ્ય સામંજસ્ય બનાવી રાખવા માટે વરિષ્ઠ સભ્યોનું માર્ગદર્શન અવશ્ય લો. કારણ કે પરસ્પર સામંજસ્યના અભાવમાં ઘરમાં નાની એવી વાત પર અકારણ જ તણાવ ઉત્પન્ન થઈ શકે છે. આ વ્યર્થ વાતોને નજરઅંદાજ કરો તથા ક્રોધ કરવાથી બચો. વ્યવસાય- પ્રોપર્ટીના વ્યવસાયમાં આજે કોઈ ડીલ અટકી પણ શકે છે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે, કેટલાક ફાયદાકારક ઓર્ડર મળી શકે છે. નોકરીયાત લોકો પોતાના ઉચ્ચ અધિકારીઓ કે બોસ સાથેના સંબંધોમાં કટુતા ન આવવા દે. લવ- આજે તમારો રોમેન્ટિક મૂડ પાર્ટનર સાથેના સંબંધોને વધુ મધુર બનાવશે. પ્રેમ સંબંધો પણ મર્યાદિત રહેશે. સ્વાસ્થ્ય- કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે ઇન્ફેક્શન ઉભરી શકે છે. પોતાનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે થોડી ભાગદોડની સ્થિતિ રહેશે પરંતુ કોઈ સંબંધી અથવા મિત્રનો સહયોગ તમારી હિંમત અને હોંસલો પણ વધારશે. પારિવારિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો. ફોન કે ઈમેલના માધ્યમથી કોઈ ખાસ સૂચના પણ મળશે. સંતાનની કોઈ ઉપલબ્ધિથી મનમાં પ્રસન્નતા રહેશે. નેગેટિવ- કેટલાક ખર્ચ એવા પણ આવશે કે જેના પર કાપ મૂકવો અશક્ય જ રહેશે. પરિવારમાં ભાઈ-બહેનોની મદદ લેવી પડી શકે છે. વિચારોમાં પ્રતિકૂળતાને કારણે પડોશીઓ અથવા આસપાસના લોકો સાથે સામંજસ્ય બેસાડવામાં થોડી પરેશાની રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. કોઈ નવી ટેકનિકને પોતાના બિઝનેસમાં અપનાવવી ફાયદાકારક રહેશે અને ચાલી રહેલી કેટલીક અડચણો પણ દૂર થશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા બનાવી રાખો. કોઈ પણ ઓફિશિયલ કાર્યને નિયત સમય પર પૂરું કરવાની કોશિશ કરો. લવ- જીવનસાથીનો પૂર્ણ સહયોગ બની રહેશે. લવ મેટ સાથે સંબંધો મધુર બનશે. મિત્રો સાથે ગેટ-ટુગેધર સંબંધિત પ્લાન પણ બનશે. સ્વાસ્થ્ય- તણાવજનક પરિસ્થિતિઓથી દૂર રહો. અન્યથા આની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે અને નબળાઈ અનુભવાશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો આજે ઉકેલ મળી શકે છે. કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ સકારાત્મક નજરિયો રાખવાથી પરિસ્થિતિઓ જલ્દી જ સામાન્ય થઈ જશે. બાળકોનું ધ્યાન પણ પોતાના ભણતર તરફ લાગેલું રહેશે. કોઈ અનિચ્છનીય યાત્રાનો પ્રોગ્રામ કેન્સલ થવાથી તમને રાહત જ મળશે. નેગેટિવ- કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ આવવા પર શાંતિ અને સૂઝબૂઝથી કોઈ પણ નિર્ણય લો, અન્યથા પરિસ્થિતિઓ વધારે બગડી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મશવરો કરવો ઉચિત રહેશે. આજે કોઈની પણ સાથે કોઈ વાયદો ન કરો, કારણ કે નિભાવવો મુશ્કેલ હોઈ શકે છે. વ્યવસાય- જો કારોબારમાં કોઈ નવી પ્રવૃત્તિ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સમય તમારા પક્ષમાં છે. વ્યવસાયમાં કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ બની રહેશે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટમાં કેટલીક અડચણો આવી શકે છે. પરંતુ મહેનત કરવાથી પરેશાનીઓ દૂર પણ થશે. લવ- વૈવાહિક સંબંધોમાં સુખ-શાંતિપૂર્ણ સામંજસ્ય રહેશે. પ્રેમ સંબંધોમાં પણ રોમેન્ટિક માહોલ રહેશે અને મુલાકાતનો પણ અવસર મળશે. સ્વાસ્થ્ય- વધારે વ્યસ્તતાને કારણે નસોમાં ખેંચાણ તથા દુખાવાની સમસ્યા રહી શકે છે. યોગ્ય આરામ લો તથા પોતાની હોબી પર પણ થોડો સમય વિતાવો. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- કોઈ પ્રભાવશાળી વ્યક્તિના માર્ગદર્શનમાં તમે તમારી કાર્યપ્રણાલી અને આર્થિક સ્થિતિને બહેતર બનાવવાનો પ્રયાસ કરશો, સાથે જ કોઈ વિશેષ મુદ્દા પર સકારાત્મક વિચાર-વિમર્શ પણ થશે. જો પ્રોપર્ટીને લઈને લોન અથવા ઉધાર લેવાની યોજના છે, તો તમારું કાર્ય જલ્દી જ ઉકેલાઈ જશે. નેગેટિવ- આળસ અને તણાવ જેવી સ્થિતિને પોતાની દિનચર્યામાં સ્થાન ન આપો. પોતાની બોલચાલની લઢણ નરમ રાખો. ખોટા શબ્દોના પ્રયોગથી સંબંધો બગડી પણ શકે છે. કોઈ પ્રકારની દુવિધાની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો આવશે તથા આવકની સ્થિતિ પણ બહેતર થશે. તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા ચાલો. પરિવારજનો તથા સહયોગીઓની સલાહ પર પણ અવશ્ય ધ્યાન આપો. સરકારી સેવારત લોકોને કોઈ વિશેષ કાર્યભાર મળશે. લવ- થોડો સમય પોતાના જીવનસાથી તથા પરિવારજનો માટે પણ જરૂર વિતાવો. યુવા વર્ગ વ્યર્થના પ્રેમ સંબંધો અને મોજમસ્તીમાં પડીને પોતાનું નુકસાન જ કરશે. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તણાવ અને ચિંતાથી દૂર રહો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- અનુભવી લોકોનું સાનિધ્ય મેળવવાનો અવસર મળશે અને ઉત્તમ જાણકારીઓ પણ હાંસલ થશે. આ સમયે કોઈ પણ કાર્યને ઉતાવળના બદલે સહજ રીતે કરવાનો પ્રયાસ કરો, તો વધારે અનુકૂળ પરિણામ હાંસલ કરશો. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વિતાવવાથી મનમાં સુકૂન અને શાંતિ રહેશે. નેગેટિવ- પરંતુ કેટલીક જૂની નકારાત્મક વાતો ઉખળવાથી કોઈ નજીકના સંબંધી સાથે સંબંધ બગડી શકે છે. તેથી પોતાના વિચારો પર મનન કરતા રહો. બહેતર રહેશે કે પોતાના વ્યક્તિગત કાર્યોમાં જ વ્યસ્ત રહો. પોતાની ખાસ વસ્તુઓની સંભાળ જાતે કરો, કંઈક નુકસાન થઈ શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યોમાં તમને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની થશે. પરંતુ કોઈ પણ ગેરકાનૂની કાર્યોમાં રુચિ ન લો અને ઉચિત સમયની રાહ જુઓ. સરકારી સેવારત વ્યક્તિઓને આજે કામની અધિકતાને કારણે ઓવરટાઈમ કરવો પડી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધો મધુર રહેશે. ઘરમાં પણ સુખ-શાંતિ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોને મર્યાદિત રાખવા અતિ આવશ્યક છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓથી પોતાનો બચાવ અવશ્ય રાખો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- ખુશનુમા દિવસ પસાર થશે. આર્થિક બાબતોમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. તેથી પ્રયત્નશીલ રહો. છેલ્લા કેટલાક કડવા અનુભવોમાંથી શીખીને તમે તમારી દિનચર્યામાં યોગ્ય સુધારો લાવવાનો પ્રયત્ન કરશો, અને સફળ પણ થશો. નેગેટિવ- દિવસના ઉત્તરાર્ધમાં ગ્રહ સ્થિતિ કેટલીક વિપરીત પરિસ્થિતિ પણ બનાવી શકે છે. તેથી બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન જ કરો, તો ઉચિત છે. કોઈ પણ કાર્યને લઈને કરવામાં આવેલી ઉતાવળ અને બેદરકારી તમને કોઈ મુસીબતમાં પણ નાખી શકે છે. આજે ક્યાંય પણ રોકાણ કરવું નુકસાનકારક રહી શકે છે. વ્યવસાય- વેપારમાં વિસ્તાર સંબંધી યોજનાઓ સફળ રહેશે. અને વધારાની આવકના પણ માર્ગ બનશે. પરંતુ આયાત-નિકાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં કંઈક પ્રતિકૂળતા રહી શકે છે. નોકરીયાત વ્યક્તિઓને કોઈ બેદરકારીને કારણે અધિકારી વર્ગની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. લવ- પરિવારજનો વચ્ચે પ્રેમ તથા સામંજસ્યપૂર્ણ સંબંધો રહેશે. મિત્રો સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદાનું ધ્યાન જરૂર રાખો. સ્વાસ્થ્ય- હવામાનને અનુકૂળ પોતાનો આહાર વ્યવહાર રાખો. પોતાની ઇમ્યુનિટી મજબૂત બનાવી રાખવા માટે સજગ રહો. લકી કલર- ક્રીમ લકી નંબર- 2 પોઝિટિવ- આજે છેલ્લા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યા દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો. સામાજિક તથા રાજકીય દાયરો પણ વધશે. ઘરમાં સંબંધીઓનું આગમન થશે. પરસ્પર મેળાપથી ખુશીભર્યું વાતાવરણ બધાને પ્રફુલ્લિત રાખશે. સંતાનની કોઈ ગતિવિધિ મનને સંતોષ આપશે. નેગેટિવ- પોતાની દિનચર્યાને વ્યવસ્થિત બનાવી રાખવી અતિ આવશ્યક છે, અન્યથા બેદરકારીને કારણે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ છૂટી શકે છે. કાનૂની કાર્યોને પણ સમય રહેતા પતાવી લો. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખો અને તેમનું માર્ગદર્શન કરતા રહો. વ્યવસાય- વ્યવસાયમાં કસ્ટમરની જરૂરિયાતો પર ધ્યાન આપવાથી સારું વેચાણ રહેશે. આ સમયે કોઈ નવા કાર્યની શરૂઆતના બદલે વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. માર્કેટમાં પણ તમારી છબી ઉત્તમ બની રહેશે. સરકારી સેવારત લોકો વધારાના કાર્યભારને કારણે પરેશાન રહેશે. લવ- જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ તમારા મનોબળને વધુ મજબૂત બનાવશે. પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય- ગળામાં ઇન્ફેક્શન અથવા ખરાશ જેવી સ્થિતિ રહી શકે છે. આયુર્વેદિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- આજે દિવસભર પ્રફુલ્લતા અને ઊર્જા બની રહેશે. પોતાની દિનચર્યાના કાર્યો ઉપરાંત કંઈક વધુ જાણકારીઓ હાંસલ કરવામાં પણ સમય પસાર થશે. કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી અને વિચારો પ્રશંસનીય રહેશે. ક્યાંક ફસાયેલા પૈસા આજે પાછા મળી શકે છે. નેગેટિવ- કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરો અને ન તો કોઈ નિર્ણય ઉતાવળમાં લો. બીજાની બાબતોમાં દખલગીરી કરવી તમારા માટે મુસીબત લાવી શકે છે. બહેતર રહેશે કે પોતાના કામથી જ મતલબ રાખો. આ સમયે કોઈની પણ પાસે વધારે આશાઓ રાખવાના બદલે શાંત ચિત્ત રહો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે પોતાના કામની ક્વોલિટીને વધુ બહેતર કરવી જરૂરી છે. જો પાર્ટનરશિપ કરવાની યોજના છે તો તરત નિર્ણય લો. ઓફિશિયલ કાર્યોને લઈને કેટલીક માનસિક ગૂંચવણો રહેશે, કોઈ સહયોગી પાસેથી માર્ગદર્શન લેવું ઉચિત રહેશે. લવ- ઘરનું વાતાવરણ મધુર અને ખુશનુમા બની રહેશે. જીવનસાથી સાથે ભાવનાત્મક નિકટતા બનાવવામાં તમારા પ્રયાસો જરૂરી છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવો. તથા વર્તમાન બદલાતા હવામાનમાં પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખવી ખૂબ જરૂરી છે. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- આજના દિવસે મેળાપ અને મુલાકાતનો દોર ચાલતો રહેશે. કોઈ નજીકની વ્યક્તિની સમસ્યાને ઉકેલવામાં પણ તમારું શ્રેષ્ઠ યોગદાન રહેશે. વાહન અથવા પ્રોપર્ટીથી સંબંધિત કોઈ ખરીદ-વેચાણ સંબંધી યોજનાઓ પર વિચાર-વિમર્શ કરીને કોઈ નિષ્કર્ષ પર પણ પહોંચશો. નેગેટિવ- પોતાની ક્ષમતા અનુસાર જ કોઈને વાયદો કરો તથા બીજાની જવાબદારીઓ પણ પોતાના પર ન લો. કારણ કે નબળાઈ અને થાકને કારણે તમે તેમને પૂરી કરવામાં અસમર્થ પણ રહેશો. વિદ્યાર્થી વર્ગ વ્યર્થની વાતોમાં પડીને પોતાના ભણતર સાથે ચેડા ન કરે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં કંઈક પ્રતિસ્પર્ધાની સ્થિતિ રહેશે. જો ક્યાંક મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે પૂરી તપાસ અવશ્ય કરી લો. ભાવુકતામાં આવીને વિચાર્યા વગર બીજાનું અનુસરણ કરવું નુકસાનકારક રહેશે. ઓફિશિયલ બાબતોમાં તમારું વર્ચસ્વ રહેશે. લવ- જીવનસાથીના સહયોગથી તમે કોઈ ખાસ નિર્ણય લેવામાં સરળતા અનુભવશો. યુવાઓની કોઈ જૂની દોસ્તી પ્રેમ સંબંધોમાં પરિણમી શકે છે. સ્વાસ્થ્ય- જોખમપૂર્ણ કાર્યોથી દૂર રહો તથા કોઈ પણ રિસ્ક ન લો. ઈજા થવાની આશંકા છે. થોડો સમય પ્રકૃતિ સાથે પણ પસાર કરો. લકી કલર- પીળો લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    08 મેનું ટેરો રાશિફળ:વૃશ્ચિક રાશિના લોકોએ પ્રેમમાં વધુ પડતુ પઝેસિવ ન થવું, મકર રાશિના જાતકોના જીવનમાં શાંતિ જળવાઈ રહેશે
    Next Article
    પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત:'તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે?' કહીં ચાંચડીયા ગામેં યુવક પર બે શખ્સોએ કર્યો હુમલો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment