Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ ટ્રેનમાંથી પટકાતા રાજસ્થાની મુસાફર ગંભીર ઘાયલ:ગોધરા પાસે ગુડ્સ ટ્રેન સ્ટાફે જીવ બચાવ્યો

    2 days ago

    ગોધરા નજીક ખરસાલીયા રેલવે સ્ટેશન પાસે ગત મોડી રાત્રે ચાલુ ટ્રેનમાંથી પટકાતા એક રાજસ્થાની મુસાફરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માલગાડીના સ્ટાફે સમયસર મદદ કરી તેનો જીવ બચાવ્યો હતો. સુરતથી ભરતપુર (રાજસ્થાન) પોતાના વતન જઈ રહેલો લક્કી રામકિશન નામનો યુવાન જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. ગોધરા અને ખરસાલીયા વચ્ચે ટ્રેન પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ઝોકું આવતા તે સંતુલન ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. રેલવે ટ્રેક પાસે લોહીલુહાણ હાલતમાં પડેલા લક્કી રામકિશન પર ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીના સ્ટાફની નજર પડી હતી. માનવતા દાખવી સ્ટાફે તાત્કાલિક મદદ કરી રેલવે પોલીસ અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે નોંધ કરી અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Humare gharon mein discipline ke naam par fear promote hota hai’: Nakuul Mehta on Indian parenting
    Next Article
    MS યુનિ. કોમર્સ ફેકલ્ટીનું પરિણામ:ટી.વાય. બી.કોમ સેમેસ્ટર-6નું માત્ર 21 દિવસમાં રિઝલ્ટ જાહેર, 98 ટકા વિદ્યાર્થીઓ સફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment