Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિ. કોમર્સ ફેકલ્ટીનું પરિણામ:ટી.વાય. બી.કોમ સેમેસ્ટર-6નું માત્ર 21 દિવસમાં રિઝલ્ટ જાહેર, 98 ટકા વિદ્યાર્થીઓ સફળ

    2 days ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સનું ટી.વાય. બી.કોમ. સેમેસ્ટર-6નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂર્ણ થયાના માત્ર 21 દિવસમાં જ પરિણામ જાહેર કરીને ફેકલ્ટીએ વિદ્યાર્થીઓને રાહત આપી છે. પરીક્ષા પૂર્ણ થયાના 21 દિવસમાં રિઝલ્ટ જાહેર પરીક્ષા 16 એપ્રિલે પૂર્ણ થઈ હતી. આ અંગે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રો. પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, “ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા TY BCom સેમેસ્ટર-6નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા પત્યાના ફક્ત 21 મા દિવસે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 98 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા આ વર્ષે કુલ 5018 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4925 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે માત્ર 82 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ, વિદ્યાર્થીઓની 98 ટકા સફળતાનો રેકોર્ડ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં 4559 વિદ્યાર્થીઓએ તમામ છ સેમેસ્ટરની પરીક્ષાઓ પાસ કરી છે અને તેઓ બી.કોમ. ની ડિગ્રી મેળવવાને પાત્ર બન્યા છે. તેમજ 11 વિદ્યાર્થીઓ પરીક્ષામાં અનુચિત સાધનોનો ઉપયોગ કરતા પકડાયા હોવાથી તેમના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ફેકલ્ટી ઓફ કોમર્સે આ વર્ષે પણ ઝડપી અને સારા પરિણામ સાથે વિદ્યાર્થીઓને ખુશીની ભેટ આપી છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ ટ્રેનમાંથી પટકાતા રાજસ્થાની મુસાફર ગંભીર ઘાયલ:ગોધરા પાસે ગુડ્સ ટ્રેન સ્ટાફે જીવ બચાવ્યો
    Next Article
    Ground Report । ખેડૂતોમાં હાલ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ | Prime Time | Ground Report | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment