Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભડભીડ ટોલનાકા પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ:હેરીયર કારમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરીને આવતુ હતુ દંપતી, લોકલ ક્રાઈમ બ્રાંચની નજર ચૂકવી પત્ની રફુચક્કર; પતિની ધરપકડ

    6 days ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વેળાવદર-ભાલના ભડભીડ ટોલનાકા પાસે પૂર્વ બાતમી આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરી આવી રહેલી હેરીયર ગાડી સાથે રહેલા દંપતીને દબોચી લઈ મહિલાને સાઈડમાં ઉભુ રહેવાનું કહેતા પોલીસની નજર ચુકવી પત્ની નાસી છૂટી હતી. જ્યારે પતિની ધરપકડ કરી કારની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી દારૂની 561 બોટલ, 48 બિયર ટીન કિ.રૂ 2.16 લાખ તેમજ કાર મળી કુલ 12,17,024 નો મુદામાલ કબ્જે કરી દંપતી સામે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસની નજર ચૂકવી પત્ની ફરાર, પતિની ધરપકડ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે વેળાવદર ભાલ પંથકના ભડભીડ ટોલનાકા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ, ટાટા હેરિયર કારમાં ગોપાલ ભરતભાઇ મકવાણા નામનો શખ્સ દારૂ ભરીને અધેળાઇ તરફથી ભાવનગર આવી રહ્યો હતો. પોલીસે શંકાસ્પદ કારને અટકાવતા તેમાંથી ગોપાલ મકવાણા અને તેની પત્ની મીતલબેન મળી આવ્યા હતા, જોકે કાર સાઇડમાં લેવા દરમિયાન મીતલબેન પોલીસની નજર ચૂકવી નાસી છૂટ્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 561 બોટલો અને 48 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, વૈભવી કાર અને મોબાઈલ સહિત કુલ ₹12,17,024નો મુદ્દામાલ જપ્ત કરી પતિ-પત્ની વિરુદ્ધ વેળાવદર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મેયર,જિ.પં. અને ન.પા.ના પ્રમુખો નક્કી કરવા બેઠક મળી:ગાંધીનગરમાં ભાજપનું મેરેથોન મંથન, 124 પદો માટે નિર્ણાયક ચર્ચા કરાઈ
    Next Article
    Mahisagar Water testing News | મહીસાગર: લાલ પાણી અંગે થશે ખુલાસા | Red Water | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment