Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમીમાં હજારો લોકોને ટાઢક થશે:રાજકોટનાં ત્રિકોણબાગ સિગ્નલ પર મનપા દ્વારા ગ્રીન કવર કરવામાં આવ્યું, ઠંડી હવા માટે પાણીના ફુવારા મુકાયા

    11 hours ago

    રાજકોટમાં ગરમીનો પારો ખુબ જ વધી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની આસપાસ કે તેથી વધુ રહ્યો છે. આકરી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મનપા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ટાઢક આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રિકોણબાગ ચોકમાં વાહનચાલકો અને બસની રાહ જોતા મુસાફરો ઉભા રહે છે ત્યાં ઉપર 50×60ની સાઈઝનું વિશાળ ગ્રીનકવર કરાયું છે. એટલું જ નહીં ઠંડી હવા માટે પાણીના ફુવારા પણ ત્યાં મુકવામાં આવ્યા છે. ત્રિકોણબાગ ચોકમાં 50×60નું કાપડ ત્રિકોણબાગ ચોકમાં બાંધવામાં આવ્યું મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, લોકોને ગરમીથી રાહત મળે તે માટે ખાસ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ 50×60નું કાપડ ત્રિકોણબાગ ચોકમાં બાંધવામાં આવ્યું છે. તેમજ છાયો રોડમાં વધુમાં વધુ વિસ્તારમાં પડે તેવી વ્યવસ્થા પણ આગળના દિવસોમાં કરવામાં આવશે. આ ઉપરાંત 40 જેટલા ઝીણા ફુવારા (સ્પ્રિંકલર) પણ અહીં મૂકવામાં આવનાર છે. જેથી લોકોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત મળશે. અત્યારે માત્ર ત્રિકોણબાગ ચોકમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં સફળતા મળે તો અન્ય સ્થળે પણ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રોડ પર લીલા કલરનું કાપડ બાંધીને કૃત્રિમ છાંયો કરાયો વધુમાં તેમણે જણાવ્યું કે, સિગ્નલ વખતે ખુલ્લા તડકામાં વાહન લઈને ઉભેલા નાગરિકોના સ્વાસ્થ્ય અને જોખમ રહેલું હોવાથી તંત્ર દ્વારા બપોરે 1:00 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સિગ્નલો કાર્યરત રખાતા નથી. રાજકોટમાં સૌથી વધુ ગરમી ત્રિકોણબાગ વિસ્તારમાં નોંધાય છે, જે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા સિટી બસ સ્ટેશન પાસે આવેલ ત્રિકોણબાગ સિગ્નલ ખાતે આ ખાસ પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં રોડ પર લીલા કલરનું કાપડ બાંધીને કૃત્રિમ છાંયો કરાયો છે. જેથી સિગ્નલ બંધ થાય ત્યારે આ છાયા નીચે વાહન ચાલકોને રાહત રહે. ઉપરાંત અહીં ઝીણા ફુવારા (સ્પ્રિંકલર) પણ મુકાયા છે. ગરમીને કારણે હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનના કેસોમાં મોટો વધારો ઉલ્લેખનીય છે કે, હાલ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભીષણ ગરમીને કારણે હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનના કેસોમાં મોટો વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોમાં હીટસ્ટ્રોકને કારણે મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.ગરમી વધવાને કારણે શહેરમાં ઝાડા-ઉલટી જેવા રોગચાળાના કેસો પણ બમણા થયા હોવાનું નોંધાયું છે. ગરમીથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપાઈ છે. રાજકોટમાં ટ્રાફિક સમસ્યા પણ રહેલી હોવાથી જુદા-જુદા વિસ્તારોમાં સિગ્નલ પર ટ્રાફિક જોવા મળે છે. જેને લઈને મનપાએ ત્રિકોણબાગ સિગ્નલ પર આ વ્યવસ્થા કરી છે.
    Click here to Read More
    Previous Article
    અસારવાના હોળી ચકલા-ચમનપુરામાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ:નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે, એરપોર્ટ નજીકનો વિસ્તાર હોવાથી બર્ડહિટનો ખતરો હોય નિર્ણય કરાયો
    Next Article
    હિંમતનગર રેડક્રોસમાં નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પ યોજાયો:વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે એક દિવસ અગાઉ સિનિયર સિટીઝન્સ માટે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment