Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી: બે ફરાર આરોપી ઝડપાયા:જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે લાલપુર બાયપાસ પાસેથી આરોપીને ઝડપી લીધા

    9 hours ago

    જામનગરમાં ફાઇનાન્સ કંપનીમાંથી ટ્રકો લોન પર મેળવી હપ્તા ન ભરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે લાલપુર બાયપાસ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફાઇનાન્સ કંપની પાસેથી ટ્રકો લોન પર લીધા બાદ તેના હપ્તાની ચુકવણી કરી ન હતી, જેના કારણે કંપની સાથે છેતરપિંડી થઈ હતી. આ મામલે શહેરના સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા સહિતના સભ્યોને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ લાલપુર બાયપાસ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તેમને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં હીરેનભાઇ અનિલભાઇ ચોવટીયા અને નિકુંજભાઇ અનિલભાઇ ચોવટીયા (રહે. બંને: વૃંદાવનપાર્ક-૨, સુભાષપાર્ક પાછળ, જામનગર) નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે. આ સફળ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ PSI એમ.વી.ભાટીયા, ASI ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ LCBના નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation Live Updates: Amid deadlock, Vijay seeks 2 weeks from Tamil Nadu Governor to prove majority
    Next Article
    ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો:નવસારીમાં જગદગુરુ રામાનંદાચાર્યની આગેવાનીમાં PMને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment